સમાજ ખૂબ જ ખરાબ રસ્તે જઈ રહ્યો છે. આજકાલ લોકો પોતાના પ્રેમને કારણે ગમે તે પગલા ભરવા માટે તૈયાર થઈ જાય છે. લોકો પોતાના પ્રેમ સંબંધને કારણે ખોટા માર્ગો અપનાવીને પોતાના પરિવારને સંકટમાં મૂકી રહ્યા છે. આજકાલ લોકો પોતાના સંબંધોને ભૂલીને બીજા લોકો સાથે સંબંધ બાંધી રહ્યા છે.
આવા પ્રેમ સંબંધને કારણે આજની યુવાન પેઢી પર પણ ઘણી અસર પડી રહી છે. આવી જ એક પ્રેમ સંબંધને કારણે યુવતીએ ભાગીને બીજા લગ્ન કર્યા હતા. આવી ચોકાવનારી ઘટના બની હતી. આ ઘટના ભાગલપુર વિસ્તારમાં બની હતી. ભાગલપુર વિસ્તારના સુલતાનગંજ પ્રખંડના ભીરખુર્દના ઉધાડીહ ગામમાં રહતા યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.
આ યુવક યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો. યુવકનું નામ આયુષ કુમાર હતું. આયુષકુમારને પોતાના ગામની યુવતી અનુકુમારી સાથે ઘણા સમયથી સંબંધો હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ અનુકુમારીને બીજા યુવક સાથે પરણાવી દેવામાં આવી હતી. યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર ન હતો. તે માટે યુવતીને ઘરમાં બંધ કરી દીધી હતી.
બંનેને કોઈપણ વાતો થતી ન હતી. તેઓ એકબીજાને મળી પણ શકતા ન હતા. બંને ભાગી જવાનું વિચાર્યું હતું. તે માટે યુવતીને ઘરમાં બંધ જ કરીને રાખતા હતા. પરંતુ થોડા સમય પછી અનુકુમારીના પરિવાર વાળાએ કિરણપુર ગામના એક યુવક સાથે અનુકુમારીના લગ્ન કરાવી દીધા હતા. અનુકુમારી આ યુવક સાથે લગ્ન કરવા માગતી ન હતી.
છતાં પણ કિરણપુરમાં રહેતા યુવક સાથે તેના પરિવારના લોકોએ લગ્ન કરાવી દીધા હતા. અને લગ્ન પછી અનુકુમારીએ લગ્ન થયેલા પતિ સાથે રહેવાની ના પાડી દીધી હતી અને તેણે સાસરે પણ નહીં રહે તેમ કહ્યું હતું છતાં પણ તે લગ્ન બાદ પોતાના સાસરે ગઈ હતી. તે સાસરે પરાણે રહેતી હતી. ત્યારબાદ લગ્નના થોડા સમય પછી વટ સાવિત્રીના વ્રત આવ્યા હતા.
અનુકુમારીએ પોતાના પ્રેમી માટે આ વ્રત રાખ્યું હતું પરંતુ સાસરે તેના પતિ માટે રાખ્યું હોવાનું જણાવ્યું હતું. અનુકુમારીએ પોતાના ગામમાં આ વ્રતની પૂજા કરવા માટે જઈ રહી છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તેણે પોતાના પ્રેમી સાથે સુલતાન ગંજ સ્ટેશનએ પહોંચ્યા બાદ ટ્રેનમાં બેસી ગયા હતા. અને પ્રેમથી એ પોતાના પ્રેમીને લગ્ન કરી નાખવાનું કહ્યું હતું.
તે સમયે તેનો પ્રેમી આયુષ્માને યુવતીના માથામાં સિંદુર પુરીને લગ્ન કરી નાખ્યા હતા. આ બંને ત્યારબાદ ભાગી ગયા હતા. લગ્ન કર્યા બાદ બંને જીવન મરણના કસમો સાથે લીધી હતી. આમ, લોકો પ્રેમ સંબંધને કારણે આજકાલ આવા ખરાબ પગલાઓ ભરી રહ્યા છે. આજકાલ આવી ગંભીર ઘટના બની રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!