પત્નીએ પતિ ઘરે મોડો આવતો તે કારણે ઝઘડો કરીને પંખે લટકીને ગળાફાંસો ખાઈ લીધો, પરિવાર જોતું જ રહી ગયું..!!

0
141

હાલમાં સમાજમાં એક જ પરિવારના લોકો ઝઘડાઓ કરીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે.  પારિવારિક ઝઘડાને કારણે લોકો ખરાબ પગલા પણ ભરી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે પરિવારિક ઝઘડાને કારણે લોકો આત્મહ.ત્યા અથવા તો એકબીજાની .હ.ત્યા. કરી નાખવાની ઘટના બનતી હોય છે.

ઘણા બધાં લોકો પોતાના જિદ્દી સ્વભાવને કારણે આપઘાતની ઘટનાઓ કરી રહ્યા છે. આવી જ એક ઘટના ગાંધીનગર શહેરમાં બની હતી. ગાંધીનગરના રાંદેસણમાં રહેતા પરિવારના પુત્રવધુ સાથે બની હતી. પરિવારની બંને પુત્ર વધુ એક જ પરિવારની હતી. દહેગામના વાસણા રાઠોડ ગામના રાજેન્દ્રસિંહ બિહોલાની બન્ને દીકરીઓના લગ્ન રાંદેસણ ગામમાં કરવામાં આવ્યા હતા.

રાંદેસણ ગામમાં રહેતા કરણસિંહ વાઘેલાના બંને દીકરા સાથે કરવામાં આવ્યા હતા. આ સબંધ બંને દીકરીઓ અને કરણસિંહના બંને દીકરા એમ કરવામાં આવ્યો હતો. મોટી દીકરી સાથે મોટા દીકરાના લગ્ન અને નાની દીકરી સાથે નાના દિકરાના લગ્ન કરવામાં આવ્યા હતા. મોટી બહેન કામિનીબાના લગ્ન મયુરસિંહ સાથે કરવામાં આવ્યા હતા.

નાની દીકરી જાનકીબાના લગ્ન હાર્દિકસિંહ સાથે કરવામાં આવ્યા હતા. બંને બહેનો સાસરિયામાં સાથે રહેતી હતી. ખુબ જ ખુશીથી રહેતી હતી. કરણસિંહ વાઘેલાના ઘરમાં બંને દીકરીઓ ખૂબ જ ખુશીથી રહેતી હતી. કામિનીબાનો પતિ મયુરસિંહ કુડાસણમાં બુલેટ મોડીફીકેશનો ધંધો કરતો હતો.

લગ્ન પછી મયુરસિંહ રાતે ઘરે મોડો આવતો હતો. તે કામિનીબાને ગમતું ન હતું. તેને કારણે અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. કામિનીબાને અગાઉ પણ મયુર સિંહ સાથે મોડા આવવાને કારણે ઝઘડો થયા હતા. ત્યારે કામિનીબાએ મયુરસિંહને વહેલા ઘરે આવે તે માટે ‘હું આપઘાત કરી લઇશ’ તેમ કહ્યું હતું.

પરંતુ મયુરસિંહ રાત્રે મોડો ઘરે આવતો હતો. એક દિવસ મયુરસિંહ રાતે ઘરે મોડા આવ્યા પછી તે જમીને પોતાના ડ્રોઈંગ રૂમમાં લેપટોપ લઈને કામ કરવા માટે ગયો હતો. તે સમયે કામિનીબા તેના રૂમમાં એકલા સૂઈ ગયા હતા. ત્યારબાદ મયુરસિંહ પણ રૂમમાં સુવા જવાને બદલે સોફા પર જ બહાર સૂઇ ગયો હતો.

બીજા દિવસે સવારે કામિનીબાની દેરાણી એટલે કે તેની નાની બહેન તેના રૂમમાં ચા-પાણી કરવા મોટી બહેનને જગાડવા માટે ગઈ ત્યારે જોયું તો તેને પંખે લટકીને આપઘાત કરી લીધો હતો. આ જોઈને નાની બહેન ચીસ પાડી બેઠી હતી. પરિવારના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ કામિનીબાના પિતાની કરી. કામીનીબાના પિતાએ મયુરસિંહ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here