રાધા સાથે પ્રેમ કરતાં હોવા છતાં પણ શ્રીકૃષ્ણએ શા માટે રૂકમણી સાથે કર્યા લગ્ન, આ હતું કારણ

0
277

પ્રેમનો મહિનો છે અને પ્રેમની મોસમ પણ છે. જો કે લોકો માને છે કે પ્રેમ આધુનિક છે, વાર્તાઓ સદીઓ જૂની છે. જો પ્રેમનું કોઈ રૂપ હોય તો એ હતા રાધા અને કૃષ્ણ. જે બે અલગ હોવા છતાં પણ બે ન હતા, આત્મા એક જ હતો. જો કૃષ્ણ રાસ રચૈયા હતા, તો દેવી રાધા સુંદરતાની મૂર્તિ હતા. આજે પણ જો આપણે કૃષ્ણ ને કોઈ મંદીરમાં જોઈએ તો રાધા તેમની સાથે હાજર હશે.

રાધા તેમના બાળપણનો પ્રેમ હતો અને તેથી બધાને આશ્ચર્ય થાય છે કે મનુષ્ય નું સર્જન કરનાર ખુદ ભગવાન શ્રી કૃષ્ણને એવી શું મજબુરી હતી કે તેઓ રાધા ની સાથે લગન કરી શક્યા ન હતા. રાધાની જ્ગ્યાએ પત્નીનું સ્થાન કૃષ્ણએ રુક્મિણીને આપ્યું. ચાલો અમે તમને આજે સાચી વાત જણાવીશું જેના કારણે શ્રીકૃષ્ણ એ રાધા સાથે લગ્ન ન કર્યા અને રુક્મિણી સાથે લગ્ન કર્યા .

રાધા સાથે ન કર્યા લગ્ન : રાધા અને કૃષ્ણ બાળપણના મીત્ર હતા. જ્યારે બન્ને પ્રેમમાં પડ્યા ત્યારે કૃષ્ણ માત્ર ૮ વર્ષના હતા અને રાધા કૃષ્ણ કરતા ૧૧ મહીના મોટી હતી અને તેની શક્તિઓથી પણ પરિચિત હતી. શ્રી કૃષ્ણને આખી દુનિયામાં ફક્ત બેજ વસ્તુઓથી પ્રેમ હતો.

એક તેમની વાંસળી જે તેમના હોઠ થઈ વળગી રહેતી હતી અને એક રાધા જે તેના હૃદયમાં રહેતી હતી. વાંસળી તેમના પ્રેમનું પ્રતીક હતું. તેથી જયારે રાધા દુનીયા છોડીને ગઈ ત્યારે કૃષ્ણએ તેની વાંસળી તોડી નાખી હતી. તેઓએ દૈવીય લગ્ન કર્યા હતા, પરંતુ તેઓ સામાજિક રીતે લગ્ન કરી શક્યા ન હતા.

શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર હતા તેથી જ તે જે રૂપમાં આવતા હતા તયારે માતા લક્ષ્મી તેની પત્ની બનતા હતા. જ્યારે દ્વાપરયુગ આવ્યો તયારે ભગવાન વિષ્ણુ શ્રીકૃષ્ણના રૂપમાં આવ્યા અને માતા લક્ષ્મીએ રુક્મિણીના રૂપમાં જન્મ લીધો.

રુક્મિણીનો જન્મ વિદર્ભ દેશનાં રાજાની પુત્રીના રૂપમાં થયો હતો. શ્રીકૃષ્ણના જન્મતાની સાથે જ તેના પર આફતો આવવાની શરૂ થઈ ગઈ હતી. પૂતના નામની રાક્ષસની જે ને કૃષ્ણને ઝેરી સ્તનપાન કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે રુક્મિણીને પણ ઝેરી સ્તનપાન થી મારવા ઇચ્છતી હતી.

રુક્મિણી – કૃષ્ણના લગ્ન : પૂતનાએ રુક્મિણીને સ્તનપાન કરાવવા ઈચ્છતી હતી, પરંતુ એવું થઈ શક્યું નહી. ક્રોધમાં આવેલી પૂતનાએ રુક્મિણીને લઈને હવામાં ઉડી ગઈ. પૂતના જેમ જેમ ઊડતી ગઈ રુક્મિણી તેનો વજન વધારવા લાગી. જયારે રુક્મિણીનો વજન ખુબજ વધી ગયો ત્યારે પૂતના માટે તેને સાચવવું મુશ્કેલ થઈ ગયું હતું.

પૂતનાએ રુક્મિણીને નીચે ફેંકી દીધી. ધરતી ઉપર પડતાની સાથે જ રુક્મિણી તળાવમાં એક કમળ પર બેસી ગયા. એ તળાવ બરસાનામાં હતું. ત્યાં રિજવાન અને કૃતિ નામના દંપતીએ તેમણે ઉઠાવી લીધા અને તેને ત્યાંથી લઈ અને ખૂબ જ સારી રીતે પાલન પોષણ કરીને તેનું નામ રાધા રાખ્યું.

રાધા અને કૃષ્ણની મુલાકાત થાય છે અને તેઓને ત્યારે અલગ થવું પડ્યું હતું જ્યારે તેના (કૃષ્ણ)ના મામા કંસે બન્ને ભાઈઓને મથુરા આમંત્રણ આપ્યું હતું. કૃષ્ણ ત્યારે રાધા પાસે મુલાકાત કરવા ગયા અને તેને વચન આપ્યું કે તે ફરી પાછા જરૂર આવશે, પરંતુ શ્રીકૃષ્ણ તેનું વચન પૂરું કરી શક્યા નહી. ત્યાં વિદર્ભને ખબર પડી ગઈ કે રાધા તેની દીકરી રુક્મિણી છે તો તેને તેની સાથે લઈ ગયા.

વળી રુક્મિણી કૃષ્ણને પ્રેમ કરતી હતી, પરંતુ વિદર્ભ અને કૃષ્ણની વચ્ચે દુશ્મની હતી. તેથી જ શ્રીકૃષ્ણ એ રુક્મિણીને ભગાડીને તેની સાથે લગ્ન કર્યા હતા. એટલામાં એ વાત ખબર પડી કે રુક્મિણી અને રાધા કોઈ અલગ નહીં પરંતુ એક જ હતી. કૃષ્ણએ રાધાની સાથે રુક્મિણીના રૂપમાં લગ્ન કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here