ભાવનગરના વરતેજના કોળી સમાજના યુવાન ચેતન સાકરીયા આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટિમમાં સિલેક્ટ થયો છે. ચેતનને પરિવારમાં ભાઈ બાદ હવે પિતાની છત્રછાયા ગુમાવી છે. આમ ટૂંકા ગાળાના સમયમાં ભાઈ અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે.
નોંધનનીય છેકે, તાજેતરમાં ચેતન સાકરિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પિતા કોરોના સંક્રમિત થયા હોવાની મને થોડા દિવસ પહેલા જાણ થઇ હતી. હું ભાગ્યશાળી છું કે રાજસ્થાનની મેનેજમેન્ટે મને સમયસર પગાર ચૂકવ્યો હતો. મેં આ ધનરાશિને પરિવાર સુધી પહોંચાડી હતી. જેથી પિતાની સારવારમાં તેનો ઉપયોગ કરી શકાય.
આઇપીએલમાં રાજસ્થાન રોયલની ટીમમાં સ્થાન મળ્યું હતું : ભાવનગરના ચેતન સાકરીયા વરતેજ ગામનો રહેવાસી અને નવ યુવાન જેને હમણાં જ આઇપીએલમાં રાજસ્થાન રોયલની ટીમમાં સ્થાન મળ્યું હતું, આઇપીએલમાં સિલેક્ટ થયાના થોડા સમય પહેલા તેના ભાઈનું નિધન થયું હતું અને જ્યારે એ આઇપીએલમાં કેટલીક મેચ રમીને ખુબજ સુંદર પ્રદર્શન કરી ચુક્યો છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરો તેની બોલિંગના વખાણ કરી ચુક્યા છે.
ચેતનને માથે હવે કોઈ ઘરના મોભીનો હાથ રહ્યો નથી : ચેતન સાકરીયાના પિતાનાનો રિપોર્ટ આઠ દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેના પિતાને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં વધુ તબિયત લથડતા આજ રોજ સવારે તેમનું મોત નીપજ્યું હતું.
હાલ અત્યારે ઘરમાં તેને કોઈ મોભીનો સહારો રહ્યો નથી એટલે કે તેના પિતા કરશનભાઇ મનજીભાઈ સાકરિયાનું નિધન થયું છે. ચેતનને માથે હવે કોઈ ઘરના મોભીનો હાથ રહ્યો નથી. પિતાના અવસાન બાદ ચેતન સાકરીયા પર કોરોનાએ ચાબુક મારીને જીવનના સફરમાં માત્ર હવે મોભી તરીકે તેના મામાનો સહારો રહ્યો છે.
ચેતનના પિતા કરશનભાઇને છેલ્લા 11 દિવસથી કોરોના સંક્રમણ હતુ. અને અંતે સારવાર કરવા છતાં કરશનભાઈનો જીવ લેવામાં કોરોના સફળ થયો છે. ચેતનએ નાનપણમાં સિદ્ધિ હાંસલ તો કરી છે. કોરોનાએ ચેતન સાકરીયાના સ્વપ્નને રોળી નાખ્યું છે.
IPL સ્થગિત થશે તો મને આર્થિક દૃષ્ટિએ ઘણું નુકસાન પહોંચશેઃ સાકરિયા ચેતને તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણા લોકો કહેતા હતા કે IPL રદ્દ થવી જોઈએ પરંતુ હું કઈંક કહેવા માંગુ છું, મારા પરિવારમાંથી હું એકલો જ રોજી-રોટી કમાઈ શકું એમ છું. ક્રિકેટ જ મારી કમાણીનો એક માત્ર સોર્સ છે. IPLની કમાણી થકી હું મારા પિતાને સૌથી સારી સારવાર આપી શકું એમ છું. જો આ ટૂર્નામેન્ટ એક મહિના માટે નથી થતું, તો મને આર્થિક દૃષ્ટીએ ઘણું નુકસાન પહોંચશે. હું એક ગરીબ પરિવારથી આવું છું. મારા પિતાએ આખી જીંદગી ટેમ્પો ચલાવ્યો છે અને IPLએ મારી આખી જીંદગી બદલી નાખી છે.
ચેતન સાકરીયાના પિતાનું નિધન કોવિડ-19ના કારણે થયું : આ ઝડપી બોલરે જણાવ્યું હતું કે તેઓ પોતાના પિતાના સારામાં સારી સારવાર માટે આઈપીએલની આ સીઝનની થયેલી સંપૂર્ણ કમાણી સમર્પિત કરી દેશે, જો કે હાલમાં તેમના પિતાનો જીવ બચ્યો નથી, રાજસ્થાને આ ખેલાડીને 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચેતને આ સીઝન દરમ્યાન 7 મેચમાં 7 વિકેટ ઝડપી હતી, જેમાં એમએસ ધોની, સુરેશ રૈના, કેએલ રાહુલની વિકેટ સશામેલ છે. સાકરીયાના પરિવારની વાત કરીએ તો તેમના પિતા એક સમયે ટેમ્પો ચલાવતા હતા, પરંતુ બે વર્સ પહેલા તેમણે આ નોકરી છોડી દીધી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!