રાજુલાનું આ ગામ લત્તા મંગેશકરને હતું ખુબ જ વ્હાલું, ગામ માટે કર્યા હતા આ મોટા કામો.. ગ્રામજનો ભવોભવ નહી ભૂલે આ ઉપકાર..!

0
124

મહાન ગાયક કલાકાર લતા મંગેશકર નિધન થતાં જ સમગ્ર ભારતમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. કારણ કે લતા મંગેશકર એક એવા વ્યક્તિ હતા કે, જેઓ દરેકના દિલમાં વસી ગયા હતા. તેમનો મધુર અવાજ હજુ પણ લોકોના કાનમાં ગુંજી રહ્યો છે. અને આવનારા ઘણા વર્ષો સુધી હજુ પણ આ અવાજને સારો પ્રતિસાદ મળશે..

ભારતની ધરતી ઉપર જન્મ લીધેલ આ મહાન ગાયિકા લતા મંગેશકર દેશ માટે ખૂબ સારી સેવા આપીને ગયા છે. તેઓએ પોતાના સુરતથી ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતુ કર્યું હતું. તેમજ તેઓ સ્વભાવે ખૂબ પ્રેમાળ અને નરમ હતા દરેક વ્યક્તિ સાથે ખૂબ ભાવપૂર્ણ વાત કરતા હતા. તેઓના અંગત લોકો એ પણ જણાવ્યું હતું કે અમે ક્યારેય પણ લતાજીના મોઢેથી ઊંચા અવાજે વાત કરતાં જોયું નથી…

બસ આ જ કારણથી લતા મંગેશકર સૌ કોઈના આદર્શ વ્યક્તિ હતા. આટલું જ નહી લતા મંગેશકર દેશમાં આવેલી કોઇપણ પરિસ્થિતિમાં પણ મન મૂકીને દાન આપ્યું હતું.. તેમજ કોઈપણ વ્યક્તિ જો કોઈ અઘરી પરિસ્થિતિમાં ફસાયેલો હોય તો તેને બહાર કાઢવાનું કામ પણ કર્યું છે..

લતા મંગેશકરના અંગત મદદનીશ મહેશભાઈ રાઠોડ કે જેઓનું ગામ રાજુલા તાલુકાના મોરંગી ખાતે છે. રાજુલાના ગામ લતા મંગેશકર ને ખૂબ પ્રિય હતું. તેઓએ આ ગામમાં ઘણા એવા કાર્યો કર્યા છે કે, જેના લીધે આ ગામના લોકો લતા મંગેશકર ને ભવો ભવ સુધી ભૂલી શકશે નહીં.

લત્તાજીના ખાસ મદદનીશ મહેશભાઈ રાઠોડ મુંબઈમાં રહીને લતા મંગેશકર માટે કામ કરતા હતા. જેથી લતા મંગેશકર અમરેલી જિલ્લાના આ ગામને ખૂબ સારી રીતે ઓળખતા હતા. તેઓએ જાણ્યું હતું કે મોરંગી ગામની આસપાસના લોકો સાઈબાબાના હજારો ભક્તો છે…

પરંતુ અહીં કોઈ મંદિર નથી. એટલા માટે લતા મંગેશકરે મોરંગી ગામ માં સાઈ મંદિર બનાવવામાં મદદ કરી હતી. તેમજ મંદિરનો તમામ ખર્ચો લતા મંગેશકર એ ઉપાડ્યો હતો. એટલું જ નહીં પરંતુ ભગવાન સાંઈનાથ મૂર્તિ પણ લતા દીદી એ શિરડીથી પોતાના હાથેથી લઇને મોકલી હતી.

તેમજ આ મૂર્તિના સ્થાપન વખતે શિરડી મંદિરના પૂજારીને પણ અમરેલી ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેમજ તેમના હાથે આ મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરંગી ગામમાં એક સ્કૂલમાં પણ તેઓએ સવા લાખ રૂપિયાનું દાન કર્યું હતું…

આ બધી બાબતો જણાવે છે કે લતા મંગેશકરને મોરંગી ગામ થી ખૂબ વધારે પડતો લગાવ હતો. અને તેઓ દરેક લોકોને પડતી મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે મહેનત કરવા હંમેશાં તત્પર રહેતા હતા. શિરડીથી મંગાવેલી આ મૂર્તિ ના દર્શન કરવા અમરેલી જિલ્લાના લોકો તેમજ અન્ય જિલ્લાના લોકો પણ પહોંચી જાય છે…

હાલ લતા મંગેશકર નું નિધન થતા આપણા દેશનું એક કીમતી હીરો ખોવાયો છે. જેને દેશના લોકો ક્યારેય ભૂલી શકશે નહીં તેમાં પણ રાજુલા નું મોરંગી ગામ લતા મંગેશકર ને કાયમ માટે ઋણી રહેશે. નિધન બાદ ગ્રામજનો ખુબ જ રડ્યા હતા અને ફૂલ અર્પણ કરીને લત્તા દીદીને શ્રધાજંલી આપી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here