રાજ્યમાં 36 લોકોની ચિતા ઠરી નથી ત્યાં, આ વિસ્તારમાં દેશીદારૂની ધમધમતી ભઠ્ઠીઓ મળી આવી..જાણો..!!

0
129

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. લોકો નસીલા પદાર્થોની હેરાફેરીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કરી રહ્યા છે અને આવા નસીલા પદાર્થો વેચવાને કારણે આજકાલ ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. દારૂબંધી હોવા છતાં દારૂને કારણે ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થયાની ઘટના સામે આવી હતી.

આવી ઘટના બોટાદ તાલુકામાં બની હતી. એકસાથે બોટાદ તાલુકાના અલગ-અલગ ગામના 36 લોકોના મોત થઈ ગયા હતા. ઝેરી દેશી દારૂ પીવાને કારણે આ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આવી જ એક ઘટના સુરતમાં બની હતી. હજુ 36 લોકોના મૃત્યુ થયા તેની ચિંતા ઓલવાઈ નથી ત્યાં બીજી બાજુ દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી છે.

આ ભઠ્ઠીઓ સુરત જિલ્લાના સીંગણપુર વિસ્તારમાં દેશી દારૂ ગાળવાનું કામ ચાલી રહ્યું છે. સુરત વિસ્તારના તાપી નદીના કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. દારૂ ગાળવાનું કામ ચાલી રહ્યું છે અને તેમાં ભેળસેળ પણ ચાલી રહી છે. સિંગણપુર વિસ્તારમાં તાપી નદીના પાડા પાસેના બાવળની જાળીનીમાંથી 5 કરતાં વધુ દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી છે.

આ દેશી દારૂ બનાવતા બુટલેગરોની પોલીસને જાણ થતા તેઓ ભઠ્ઠીઓ મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસને બાતમી મળી હતી. તે મુજબ પોલીસ આ વિસ્તારમાં દરોડા પાડવા પહોંચી હતી. તે સમયે બુટલેગરો પોતાનો દારૂનો ધંધો ધમ-ધમતો મૂકીને ફરાર થઈ ગયા હતા અને પોલીસના ચેકિંગ દરમિયાન મળી આવ્યું હતું કે..

દારૂ બનાવવા માટે ગોળના મિશ્રણના 50 કરતા વધુ કાર્બાઇડ મળી આવ્યા હતા. પાંચ જેટલી ભઠ્ઠીમાં દારૂ ગળાઈ રહ્યું હતું અને 50 મીટરની નીચે જાળીમાં ઉતર્યા બાદ આ ભઠ્ઠીઓ જોવા મળી હતી. આમ આજકાલ આવી રીતે બુટલેગરો પોતાનો આ કામ ધંધો ચલાવી રહ્યા છે. જેને કારણે દારૂ જેવા નશીલા પદાર્થોનું વ્યસન કરીને ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

હજુ બોટાદ તાલુકામાં 36 લોકોના એકસાથે દેશી દારૂ ઝેરી પીવાને કારણે મૃત્યુ થયા હતા. તેને કારણે હાલમાં હજુ તેઓની ચિતા ઠરી નથી ત્યાં બીજી બાજુ દેશી દારૂની ભઠ્ઠીઓ હજુ મળી રહી છે. આમ રાજ્યમાં આવી ગેરકાનોની અને નશાખોરીની પ્રવૃત્તિઓ વધી રહી છે. દિવસેને દિવસે નાની વયની મહિલાઓ વિધવા બની રહી છે.

નાના બાળકો પોતાના પિતાની છત્રછાયા ગુમાવી રહ્યા છે. દારૂ પીને પોતાના સ્વાસ્થ્ય યુવાનો બગાડી રહ્યા છે.  પોતાના પરિવારનો વિચાર્યા વગર આવા વ્યસન કરી રહ્યા છે. તેમજ દારૂની ભથ્થીઓ ચલાવતા બુટલેગરો પણ આ કામ કરતા અટકાતા નથી. આવી ઘટનાઓ બનતા આજકાલ સરકાર કડક પગલાં ભરી રહી છે. અને આવા કેમિકલ યુક્ત દારૂને બંધ કરાવવા માટેના પ્રયાસો કરી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here