રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મેઘરાજાએ રાજ્યના દરેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા કરી દીધા હતા. લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લોકો ઉનાળાની ગરમીથી કંટાળીને ત્રાસી ગયા હતા તેને કારણે લોકોને હવે વરસાદની રાહ જોવી પડી ન હતી. અને લોકો જેટલી વરસાદની રાહ જોઇ રહ્યા હતા તેટલી જ મેઘરાજાએ વરસાદની પધરામણી કરી દીધી હતી.
છેલ્લા 3-4 દિવસથી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. અને જો તેમાં ખાસ કરીને કહેવામાં આવે તો રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ આગામી 5 દિવસમાં ભારે વરસાદ પડવાની શંકા હતી. તે મુજબ ઘણા બધા રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ હાલમાં વરસી રહ્યો છે.
અને ઘણા બધાં રાજ્યોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર, બોટાદ જેવા જિલ્લાઓમાં ખૂબ જ સારો એવો વરસાદ પડી રહ્યો છે. અને આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે.
આ વરસાદ છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસી ચૂક્યો છે જેમાંથી સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. સૌરાષ્ટ્રના બધા ગામડાઓમાં નદી બે કાંઠે વહેવા લાગી છે. અને ઘણા બધા ગામડાઓમાં પાણી ભરાવાને કારણે ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે. અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ખેડૂતો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને પોતાના પાકની વાવણી કરવા માટે પૂરતો વરસાદ મળી રહ્યો છે. અને શહેરોમાં તો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તેને કારણે લોકો આ વાતાવરણથી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. અને હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે અત્યારે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ ચાલુ થવાને કારણે શહેરોમાં દરિયા કિનારામાં ઉંચા 8 ફૂટ જેટલા મોજા ઉછળીયા હતા.
અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો હતો. અને આવા ગાંડાતુર બનેલા દરિયાને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અને શહેરોમાં વાદળછાયુ વાતાવરણ દરરોજ રહેવાને કારણે વરસાદ પણ તેટલો જ પડી રહ્યો છે. અને આવા ધોધમાર વરસાદને કારણે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે.
અને કામરેજ વિસ્તારમાં 2.5 જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેને કારણે કામરેજના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અને ઘણા બધા વિસ્તારોમાં ઘરમાં પણ પાણી ઘુસી ગયા છે. બોટાદ તાલુકાની વાત કરવામાં આવે તો બોટાદના ગઢડા ગામમાં પણ ભારે પવન સાથે વરસાદનું ઝાપટું પડયું છે. તેમજ ઢસા, ભંડારીયા સહિતના ગામોમાં પણ ઝડપી પવન ફૂંકાઇ રહ્યો છે.
આમ ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. અને મેઘરાજા પણ મન મૂકીને બધા જ તાલુકાઓમાં વરસી રહ્યા છે. આમ રાજ્યમાં ચોમાસાની શરૂઆત સારી એવી થવાને કારણે ચોમાસું ખૂબ જ સારું એવું રહ્યું છે. અને રાજ્યમાં ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. ખેતોને આ ચોમાસાનો સારો લાભ થઇ રહ્યો છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!