ટીવીની લોકપ્રિય સીરિયલ “રામાયણ”ના વધુ એક પાત્રએ આજે દુનિયાને અલવિદા કરી છે, પ્રખ્યાત અભિનેતા ચંદ્રશેખરનું 97 વર્ષની વયે અવસાન થયું છે. ચંદ્રશેખરના પુત્ર અશોકે પિતાના નિધનની પુષ્ટિ કરી હતી.
ચંદ્રશેખરનો જન્મ 7 જુલાઈ 1922ના થયો હતો, તેમનું જીવન શરૂઆતથી જ સંઘર્ષથી ભરેલું હતું. ચંદ્રશેખરે 13 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. જેના કારણે તેઓ સાત પછી અભ્યાસ કરી શક્યા નહોતા. એક સમયે ચંદ્રશેખરે ચોકીદારી તથા ટ્રોલી ખેંચવાનું કામ પણ કર્યું હતું. ઉપરાંત 1985થી લઈ 1996 સુધી તેમણે સિને આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA)ના પ્રમુખ તરીકે કામ કર્યું હતું.
આ ફિલ્મોમાં કર્યું હતું કામ : રામાયણ પહેલા ચંદ્રશેખરે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, તે 1950ના દાયકાના લોકપ્રિય અભિનેતા રહ્યા હતા. તેમણે ” ઔરત તેરી યહી કહાની ” ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. બાદમાં કાળી ટોપી લાલ રૂમાલ, સ્ટ્રીટ સિંગર, રુસ્તમ-એ-બગદાદ, કટી પતંગ, વસંત બિહાર અને શરાબી ફિલ્મોમાં મહત્વની ભુમિકા નિભાવી ચુક્યા છે. ચંદ્રશેખરે 1953માં રિલીઝ થયેલી ફિલ્મમેકર વી. શાંતારામની ફિલ્મ “સુરંગ” માં પ્રથમ વખત હીરોની ભૂમિકા પણ ભજવી હતી.
રામાયણમાં નિભાવ્યું હતું “સુમંત”નું પાત્ર : 1950ના દાયકાના લોકપ્રિય અભિનેતા રહી ચુકેલા ચંદ્રશેખરે રામાયણમાં “સુમંત”નું પાત્ર ભજવ્યું હતું અને સુમંત પાત્રથી જ ચંદ્રશેખર લોકપ્રિય થયા હતા. જ્યારે તેમણે ‘સુમંત’નું પાત્ર ભજવ્યું ત્યારે તેમની ઉંમર 65 વર્ષની હતી. ઉલ્લેખનીય છે કે, લોકપ્રિય અભિનેતા ચંદ્રશેખરનું નિધન થતા ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!