રસ્તા પર વીજતાર ખુલ્લા લટકવાને કારણે કરંટ લગતા 3 ભેંસોના થયા કામકામતી ભર્યા મોત..વાંચો..!!

0
132

રોજ રોજ ઘણી બધી ગંભીર ઘટનાઓ લોકો સાથે બની રહી જોવા મળી રહી છે પરંતુ હાલમાં ઘણી બધી એવી પણ ઘટનાઓ બને છે કે જેમાં મૂંગા પશુઓના જીવ જવા લાગ્યા છે અને રસ્તા પર રખડતા પશુઓને પોતાના જીવ ગુમાવવા પડે છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના વીજ તારની બેદરકારીને કારણે મૂંગા પશુને ઘણી બધી ઈજા થઈ રહી છે.

તેઓ ઘણી વખત મૃત્યુના ભોગ પણ બની રહ્યા છે. આવી જ એક ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ જિલ્લાના રાતૈયા ગામમાં આ ઘટના બની હતી. રાતૈયા ગામમાં PGVCLની બેદરકારીને કારણે રસ્તા પર તૂટેલા વીજ તારને કારણે ત્રણ પશુ સાથે ખૂબ જ ગંભીર ઘટના થઈ હતી. ત્રણ ભેંસો સાથે કરુણ ભરી ઘટના બની હતી.

આ ત્રણે ભેંસોમાં બે ભેસો રાતૈયા ગામના નવઘણભાઈ ટોળિયાની હતી અને એક ભેંસ અશોકભાઈ વાલજીભાઈની હતી. ત્રણેય ભેંસો હાલમાં વરસાદી માહોલ હોવાને કારણે બહાર ઘાસચારો ચરવા માટે લઇ જવામાં આવતી હતી. ત્રણેય ભેસો ધણમાં સાથે બહાર ઘાસચારા માટે જતી હતી. તે સમયે રસ્તા પર તૂટેલા વિસ્તારને કારણે વાયરો નીચે લબડતા હતા.

વરસાદી માહોલ હોવાને કારણે આ વીજ તારમાં કરંટ થઈ રહ્યો હતો. જેને કારણે ભેસો ત્યાંથી પસાર થતાં તેઓ આ વિસ્તારને સ્પર્શી હતી. અને તેના સ્પર્શતાની સાથે બંને ભેંસોમાં કરંટ લાગ્યો હતો અને તેને કારણે આ બાજુમાં ચાલી રહેલી ત્રીજી ભેંસ પણ સંકળાઈ ગઈ હતી. આ ત્રણે ભેંસો એકસાથે કરંટને કારણે ચોંટી જવાને કારણે ત્રણે ભેસોના કમિટી ભર્યા મોત થયા હતા.

આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતા તેઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટના મૂંગા પશુ સાથે બની હતી પરંતુ ત્યાંથી ઘણા બધા લોકો પણ પસાર થઈ રહ્યા હોય છે. તેનું ધ્યાન ન રહેતા આવી ઘણી બધી ઘટનાઓ પણ બની શકે છે. તે માટે ભેંસોના માલિકોએ PGVCL ને તાર રીપેરીંગ કરવા માટે ઘણીવાર અરજીઓ આપણી હોવા છતાં રીપેરીંગ કામ ન થયું હતું.

તેને કારણે તેઓએ ફરિયાદ નોંધાવી હતી અને ગામના પશુપાલકોએ પીજીવીસીએલના તાર રીપેરીંગ કરવા માટે અવારનવાર અરજીઓ આપી હતી. આવી રીતે કમ મિટી ભર્યા આજકાલ મૂંગા પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે. આવી ઘટના બનતા માણસોની સાથે સાથે પશુ સાથે પણ ગંભીર ઘટના બની રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here