RBI ની મોટી જાહેરાત: હવે શનિ-રવિ કે રજાના દિવસે પણ તમારા ખાતામાં જમા થશે પગાર..

0
180

એનએસીએચ ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (એનપીસીઆઈ) દ્વારા સંચાલિત જથ્થાબંધ ચુકવણી સિસ્ટમ છે. તેના દ્વારા ઘણા ક્રેડિટ ટ્રાન્સફર જેમ કે ડિવિડન્ડ, વ્યાજ, પગાર અને પેન્શનની ચુકવણી કરવામાં આવે છે.

નવી દિલ્હીઃ નેશનલ ઓટોમેટિક સેટલમેન્ટ સિસ્ટમ (NACH) આગામી 1 ઓગસ્ટ 2021થી સાતેય દિવસ ઉપલબ્ધ હશે. રિઝર્વ બેન્કે શુક્રવારે આ જાણકારી આપી છે. એનએસીએચ ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ (એનપીસીઆઈ) દ્વારા સંચાલિત જથ્થાબંધ ચુકવણી સિસ્ટમ છે. તેના દ્વારા ઘણા ક્રેડિટ ટ્રાન્સફર જેમ કે ડિવિડન્ડ, વ્યાજ, પગાર અને પેન્શનની ચુકવણી કરવામાં આવે છે.

આ સિવાય એનએસીએચ વીજળી, ગેસ, ટેલીફોન, પાણી, લોનનો હપ્તો, મ્યુચુઅલ ફંડમાં રોકાણ અને વીમા પ્રીમિયર ચુકવણીનું કલેક્શન પણ કરે છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે દ્વિ-માસિક નાણાકીય નીતિની સમીક્ષાની જાહેરાત કરતા કહ્યું- ગ્રાહકોની સુવિધાઓના વિસ્તાર તથા 24 કલાક ઉપલબ્ધ રહેનારી રિયલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરજીટીએસ) નો પૂરો લાભ લેવા માટે એનએસીએચને એક ઓગસ્ટ, 2021થી સપ્તાહના સાતેય દિવસ ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ છે. હાલમાં આ સુવિધા બેન્કોના કાર્ય દિવસો દરમિયાન જ ઉપલબ્ધ હોય છે.

SIP પ્રક્રિયામાં આવશે ઝડપ:NACH ના નિયમોમાં આવેલા ફેરફારોની અસર સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી પ્રક્રિયામાં પણ જોવા મળશે. હાલના સમયમાં એસઆઈપી દ્વારા મ્યુચુઅલ ફંડમાં રોકાણમાં એવરેજ 2થી 3 સપ્તાહના સમય લાગી રહ્યો છે. કેટલીક નાની બેન્ક તેનાથી વધુ સમય લઈ રહી છે. નિષ્ણાંતો અનુસાર સપ્તાહના સાતેય દિવસ કામ કરવાથી હવે આ પ્રક્રિયામાં તેજી આવશે.

શું હોય છે NACH:આ એક એવી બેન્કિંગ વ્યવસ્થા છે જેના દ્વારા કંપનીઓ અને સામાન્ય વ્યક્તિ પેમેન્ટ પ્રક્રિયા સરળતાથી પૂરી કરી લે છે. સેલરી પેમેન્ટ, પેન્શન ટ્રાન્સફર, ઇલેક્ટ્રિક બિલ, પાણીનું બિલનું પેમેન્ટ આ દ્વારા થાય છે. આજે પોતાની પત્રકાર પરિષદમાં આરબીઆઈ ગવર્નરે કહ્યુ- આ પ્રક્રિયામાં સુધાર બાદ સરકારી સબ્સિડી સમય અને પારદર્શી રીતે લોકોના ખાતામાં પહોંચી જશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here