આજકાલ દિવસેને દિવસે અકસ્માતના કેસો ખૂબ જ વધી રહ્યા છે. મોટા વાહનો રસ્તા ઉપર મનફાવે તેમ ચલાવીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને નાના વાહનોને અવારનવાર અડફેટે લઈ લે છે. તેને કારણે નાના વાહનમા મુસાફરી કરી રહેલા લોકો ખૂબ જ ગંભીર હાલતમાં ઘાયલ અને મૃત્યુના શિકાર બની રહ્યા છે.
આવી જ એક ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. તેમાં એક જ પરિવારના ઘણા લોકો ઘાયલ થઈ જાય છે. આ ઘટના બનાસકાંઠાના ધાનેરા સચોર હાઈવે પર બની હતી. આ ઘટનામાં એક સાથે ઘણા બધા લોકો ઘાયલ થઈ જાય છે. આ અકસ્માત હાઇવે પર ખાનગી બસ અને રિક્ષા વચ્ચે થયો હતો.
આ અકસ્માત ધાનેરાના વિછીવાડી નજીક બન્યો હતો. જેમાં આ હાઇવે પર ખાનગી બસ અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. અને રિક્ષાચાલક રીક્ષા લઈને પ્રખ્યાત રાજસ્થાનની પીરની દરગાહથી ડીસા તરફ જઈ રહ્યો હતો. રીક્ષામાં 5 લોકો મુશાફરી કરી રહ્યા હતા. અને 5 લોકો ખુબ ખુશ બેઠા હતા.
આ સમયે વિછીવાડી પાસે ખૂબ જ ઝડપી આવી રહેલા આ ખાનગી બસ ડ્રાઈવરે ઝડપી ઓવરટેક કર્યું હતું. અને તેને કારણે આ રિક્ષાને અડફેટે લઈ લીધી હતી. અને રીક્ષામાં 5 લોકો બેઠેલા હતા આ બસ ની જોરદાર ટક્કરને કારણે રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. અને તેમાં સવાર પાંચ લોકો ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા.
અને તેમાંથી 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ રિક્ષામાં અને બસના લોકોના અકસ્માતમાં 2 મહિલાઓ, 1 પુરુષ અને 1 બાળક મળીને 4 લોકોના મોત થઇ ગયા હતા. અને બીજા 5 લોકો ઘાયલ થયા હતા. અને હજુ આ સારવાર દરમ્યાન દાખલ થયેલા વ્યક્તિઓ બચી શકે તેમ નહોતા..
આ ઘટના સમયે હાઇવે પરથી પસાર થતા લોકોએ આ બસ અને રી ક્ષણ લોકોને બચાવ્યા હતા અને આ બસ અને રીક્ષાના અકસ્માતથી મોટો કડાકો થયો હતો આ આવાજ સાંભળીને ઘણા બધા લોકો ભેગા થઇ ગયા હતા. આ ઘાયલ થયેલા લોકોને બહાર કાઢયા હતા. અને તેમાં 1 વ્યક્તિનું ઘટના સાથળે જ મોત થઇ ગયું હતું.
રીક્ષાના કુચે-કુચા થઇ ગયા હતા. તેને કારણે લોકોને બચ્યા હશે તેવું લાગ્યું નહોતું. તેથી પહેલા જ એમ્બ્યુલન્શને ફોન કરીને બોલાવી હતી. અને લોકોને સારવાર માટે મોકલાયા હતા. ત્યાર બાદ પોલીસને આ ઘટનાની જાણ કરાઈ હતી. ત્યારે બસ ડ્રાઈવર ભાગી ગયો હતો. પરંતુ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!