રાજ્યમાં ચોરીની ઘટના રોજબરોજ વધી રહી છે. કેટલાક લોકો અલગ-અલગ રીતે લોકોનો સામાન ચોરી રહ્યા હોય છે. આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રિક્ષાચાલક દ્વારા તેના મુસાફરોના મોબાઈલ, રોકડા રૂપિયા તેમજ તેમનો સામાન ચોરી કરતા હોવાની ફરિયાદ આણંદના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પોલીસ સ્ટેશનમાં આવી ફરીયાદો નોંધાતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. તેમ જ એક શખ્સને ઝડપી પાડયો છે તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે બકર ગેંગનો એક સભ્ય છે. તેમજ તેણે પોતાની ચોરી પણ કબૂલી છે. આ વ્યક્તિને પૂછપરછ કરીને પોલીસે અન્ય જાણકારી મેળવીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઉપરાંત આણંદ જિલ્લાની પોલીસને પણ જાણવા મળ્યું છે કે ત્યાંના સ્થાનિક ગામનો અલ્ફાજશા યુસુફશા દિવાનએ તેને રીક્ષા પરીક્ષામાં ચોરી કરેલો તમામ મુદ્દામાં કાળા કલરની બેગમાં પોતાની સીટની પાછળ મૂકીને વેચવા જઈ રહ્યો છે. આ બાબતની જાણ થતા તરત જ ભાલેજ પોલીસે આણંદ તરફની ચોકડી પર કડક સુરક્ષા ગોઠવી છે.
આ દરમિયાન પોલિસ દ્વારા એક રીક્ષા રોકીને તેની પૂછપરછ કરતા વાહનચાલકનું નામ અલ્ફાજશા યુષુફશા હોવાનું સામે આવ્યું જેથી પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી. તેમજ રિક્ષાચાલકે પણ ચોરી કર્યા હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે તેને પોલીસ સ્ટેશન લઇ જઇને તેની પૂછપરછ તેમ જ તેના રિક્ષાની તપાસ શરૂ કરી હતી.
આ તપાસ દરમિયાન તેને રિક્ષાચાલકના પેન્ટના ખીચામાંથી લગભગ 6000 જેટલા રોકડા રૂપિયા મળી આવ્યા હતા. તેમજ તેની રિક્ષાની પાછળની તરફ એક કાળા કલરની બેગ મળી આવી હતી. તે બેગની વધારે તપાસ હાથ ધરતા તેમાંથી મોબાઈલ તેમજ ટિફિન મળી આવ્યું હતું. પોલીસે તે અંગે વધુ પૂછપરછ કરતા અલ્ફાજશા દ્વારા જ સંતોષકારક રીતે જવાબ આપવામાં આવ્યા.
જેથી પોલીસે તેની અટકાયત કરીને રિક્ષા સહિત કુલ 40,000 જેટલા રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને વધુ કડક રીતે પૂછપરછ શરૂ કરી હતી. જેમાં અલ્ફાજશા કબૂલ કર્યું હતું કે તેણે ઉમરેઠમાં એક મુસાફરને મુસાફરી દરમિયાન લૂંટયો હતો. જેમાં તેણે લગભગ 50,000 જેટલા રોકડ રૂપિયા તે મુસાફર પાસેથી છીનવી લીધા હતા.
તેમજ પાદરા ખાતે એક અન્ય મુસાફરોની બેગ પણ ચોરી કરી હતી. જેમાં થોડી ઘણી રોકડ રકમ તેનો આધાર કાર્ડ મોબાઈલ તેમજ એક સ્ટીલ નું ટિફિન તેને મળી આવ્યું હતું. પોલીસ દ્વારા આ રિક્ષાચાલકની તમામ ચોરીઓ વિશે જાણકારી પ્રાપ્ત કરીને તેને કાયદેસર રીતે સજા કરવાનું નક્કી કર્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!