મહિલાને રીક્ષાચાલક મારી સાથે વાત કેમ નથી કરતી કહીને ખરાબ ધમકીઓ આપતો, આ ધમકી સાંભળીને સૌ કોઈ લોકો હક્કા બક્કા રહી ગયા..!

0
136

આજના સમયમાં સમાજ શિક્ષિત બન્યો છે છતાં પણ સમાજમાં ઘણી બધી જગ્યાએ આપણે મહિલાઓની છેડતીની ઘટનાઓ જોઈ રહ્યા છીએ. અને એક દિવસમાં આપણે આવી અનેક ઘટનાઓ બનતી જોઈ રહ્યા છીએ. મહિલા આજે પોતાના ઘરની બહાર એકલી નીકળી શકતી નથી. તેને બહાર નીકળવા માટે વિચારવું પડે છે.

આવી જ એક વધુ ઘટના સુરતશહેરમાં બની હતી. સુરત શહેરના લાલ ગેટ વિસ્તારમાં એક મહિલા સાથે બની હતી. આ મહિલા પોતાના ઘરની નીચે દવાની દુકાન ચલાવતી હતી. મહિલા પોતાના પરિવારને આ દુકાન ચલાવીને ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી. મહિલાને એક પુત્રી હતી તેને મહિલાએ ભણાવીને બહાર વિદેશ મોકલી હતી.

આ મહિલાની દુકાન પાસેથી એક રિક્ષાચાલક ઘણા સમયથી પસાર થઈ રહ્યો હતો. અને મહિલાને રિક્ષાચાલક હેરાન કરી રહ્યો હતો. જ્યારે તે મહિલાની દુકાન પાસેથી નીકળ્યો ત્યારે હોંન વગાડીને મહિલાને ગંદા ઈશારા કરતો હતો. અને ક્યારેક મહિલા ઘરની બહાર નીકળે તેની રિક્ષાચાલક રાહ જોઈને બેસતો હતો.

મહિલા બહાર નીકળે એટલે તેની પાછળ પીછો કરતો હતો. મહિલાને પીછો કરીને મહિલાને હેરાન કરવા પૂછતો હતો કે,’ તું આટલો ભાવ કેમ થાય છે? તું મારી સાથે વાત કેમ કરતી નથી? અને નહિ કરે તો તારા પર એસિડ ફેંકી દઈશ. અને તને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. તેને કારણે મહિલા ખૂબ જ ડરી જતી હતી.

અને આ મહિલાને આ રિક્ષાચાલક છેલ્લા 4 મહિનાથી હેરાન પરેશાન કરતો હતો. અને મહિલાની જ્યારે ઘરની બહાર  નીકળે ત્યારે પાછળ પથ્થર ફેંકીને ગાળો આપતો હતો. અને તું વાત કેમ નથી કરતી મહિલાને કહેતો. તેને કારણે મહિલા રીક્ષા ચાલકથી ખુબ કંટાળી ગઈ હતી. અને મહિલાએ લાલગેટ વિસ્તારની પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસ રિક્ષા ચાલકની તપાસ કરી રહી હતી.

આમ, સમાજમાં મહિલાઓ પર અત્યાચારો દિવસેને દિવસે ખુબ વધી રહ્યા છે. તેને કારણે સરકાર કડક પગલા ભરી રહી છે છતાં આવી ઘટનાઓ બનતી આપણે જોઈ રહ્યા છીએ. અને મહિલાની સુરક્ષા માટે ઘણા નિયમો પણ બનાવામાં આવ્યા છે. તેને કારણે આજકાલ મહિલા સુરક્ષા માટે ફરિયાદ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here