રોડ અકસ્માતના લીધે દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ, નાની બાળકી સહીત 7 લોકોના કરુણ મોત..! ઓમ શાંતિ..

0
127

હાલના સમયમાં દિવાળીની રજાઓમાં અકસ્માતના બનાવો બનવાની ઘટનાઓ વધી રહી છે. તેવામાં જ અલગ અલગ સ્થળો પર ગંભીર અકસ્માત દ્વારા સાત લોકોના મૃત્યુ થયા છે. કરજણ ગામ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં પર જતા પરિવારને ગંભીર ઇજા થઇ હતી.

તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ બાઈક પર સવાર એક છ વર્ષની બાળકીને વધુ ઇજા થતાં તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું છે. આજવા રોડ સુગમ પાર્ક નો મૂળ રેહવાસી હેમંત કાંતિભાઈ વણકર રાત્રે બે વાગે બાઈક લઈને સામાન લેવા નીકળ્યો હતો. તે દરમ્યાન ગોલ્ડન ચોકડી પાસે દરજીપુરા એરફોર્સ બ્રિજ તરફ જતા સર્વિસ રોડ પર એક અજાણ્યા વાહને તેને ટક્કર મારી.

દરમિયાન હેમંતને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક નજીકની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ માથામાં ગંભીર ઇજા ને કારણે થોડા સમય બાદ મૃત્યુ થઈ ગયું. આવી જ અકસ્માતની એક વધુ ઘટના આણંદ તાલુકામાં બની હતી. ગોરવાની એક ખાનગી કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ નિભાવતો કિરણ ભરતભાઈ પટેલ આણંદ તાલુકાના નાવલી ગામનો મૂળ રહેવાસી હતો.

એકલો રહેતો હોવાથી પારૂલબેન જીતેન્દ્રકુમાર સોની નામના વ્યક્તિ તેને ટિફિન બનાવી આપતા હતા. કિરણ એ પારુલ બેન નું મોપેડ લઈને ગોરવા તરફ જતો હતો. પરંતુ તે દરમિયાન રણોલી બ્રિજ ઉપર તાપી હોટલ ની સામે અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. આકસ્માત દરમિયાન કિરણ ના માથા પર ગંભીર ઈજા થઈ હતી.

માથા પરની ઈચ્છા એટલી હદે ગંભીર હતી કે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મકરપુરા ગામ માં જશોદા કોલોની પાસે નગરમાં રહેતો રાજકુમાર લાલ બુધન રામ એ તેના મિત્ર સુરત લલનપ્રસાદ કોરી સાથે બાઈક પર મંદિરે દર્શન કરવા માટે નીકળ્યો હતો. આ સમય દરમ્યાન મહા સાગર હોટલ પાસે હાઈવે પર અન્ય બાઈક સાથે તેમનું અકસ્માત થવાથી સુરજ ને માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી.

તેમજ અન્ય બાઈક ચાલક ગોવિંદભાઈ વસાવા અને તેમની પાછળ બેઠેલા રાહુલ ઠાકોરભાઈ વસાવા ને ગંભીર ઇજા થવાથી તેમને નજીકની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ રાહુલ ઠાકોર વસાવાની માથામાં વધુ ઈજા થઈ હોવાથી સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું.

ગિરિરાજસિંહ રણજીતસિંહ ગોહિલ બપોરે બાઈક પર પોતાના પત્ની ને લેવા પોતાના પુત્રની સાથે કોટડા ગામ જતા હતા. તે દરમિયાન રસ્તા પર સામેથી આવતા અજાણ્યા વાહન સાથે અકસ્માત થતા ગિરિરાજ સિંહને માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ તેમનું મોત થયું હતું.

અકસ્માત અંગે ગિરિરાજ સિંહને પત્ની એ વાહનચાલક સામે તાલુકા પોલીસમાં ગુનો દાખલ કર્યો છે. તેથી તાલુકા પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. હજુ એક અકસ્માતનો બનાવ કરજણ તાલુકામાં આવેલા વલણ ગામ માં રહેતા મુકેશભાઈ મહિડા સાથે બન્યો છે. મુકેશભાઈ પોતાના પરિવાર સાથે બાઈક પર ઘરેથી કરજણ તરફ જવા માટે નીકળ્યા હતા.

તે દરમિયાન રસ્તા પર પાંજરાપોળ પાસે સામેથી આવતી એસટી બસે બાઈક સાથે ટક્કર મારતા મુકેશભાઈ ની છ વર્ષની પુત્રીને ગંભીર ઇજા થઇ હતી. તેને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. મુકેશભાઈ દ્વારા એસટી બસના ડ્રાઈવર સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મુકેશ ચંદુલાલ સલાટ જે વડોદરા નજીક આલમગીર ગામમાં અલકાપુરી ફળિયામાં રહે છે. તેઓ હાઈવે પર જતા હતા ત્યારે એ ખૂબ જ ઝડપથી આવતી creta કાર સાથે તેમની ટક્કર થતાં મુકેશનું ઘટનાસ્થળે જ મોત થયું. ત્યારબાદ મુકેશના પરિવારજનોએ ક્રેટા કારના ડ્રાઈવર સામે વરણામા પોલિસ સ્ટેશન માં નોંધાવી વધુ તપાસ કરવા અંગે જણાવ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here