રોજ નિયમિત ગોળ ખાવાથી થાય છે આવા લાભ , નહી જવું પડે ક્યારેય દવાખાને..જાણો ..!

0
141

મિત્રો, ખાંડનુ સેવન કરવાથી શરીરમાં એસિડનુ પ્રમાણ વધી જાય છે તેનાથી ઉલટુ ગોળ એ શરીરમા રહેલા એસિડને દૂર કરી દે છે. વર્તમાન સમયમા યુવાનો ખુબ જ વહેલો થાક લાગવાની ફરિયાદ કરતા હોય છે તેમના માટે આ ગોળ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમને જમ્યા પછી કઈ મીઠુ ખાવાની ઈચ્છા થાય તો બીજુ કઈ ખાવાના બદલે ગોળ ખાવાની ટેવ પાડો, તે એક શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.

ખાંડ બનાવતા સમયે તેમા સમાવિષ્ટ લોહતત્વ, પોટેશિયમ, ગંધક, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા તત્વો નાશ પામે છે. જયારે ગોળ પણ ખાંડની જેમ શેરડીમાંથી જ બને છે પરંતુ, તેમછતા તેમા શરીરને તંદુરસ્તી આપતા તત્વો જળવાઈ રહે છે. આયુર્વેદમા પણ કહેવામાં આવ્યુ છે કે, એક વ્યક્તિએ નિયમિત ૨૦ ગ્રામ જેટલા ગોળનુ સેવન કરવુ જોઈએ જેથી, તમારા શરીરની તંદુરસ્તી જળવાઈ રહે.

લાભ : જો ગોળનુ નિયમિત સેવન કરવામા આવે તો તમારા શરીરના તમામ ટોક્સિન બહાર નીકળી જશે એટલે સ્કીન સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપરાંત ગોળમા સમાવિષ્ટ કેલ્શિયમ તમારા હાડકાને મજબૂત બનાવશે. આ સિવાય દૂધ સાથે ગોળનુ સેવન કરવાથી તમારા શરીરમા ચમત્કારિક રીતે ઉર્જાનુ પ્રમાણ વધી જશે.

રાત્રીના સમયે ભોજન કરી લીધા બાદ ગોળનુ સેવન કરવામાં આવે તો તમને ક્યારેય પણ એસીડીટી ની સમસ્યા થતી નથી. આ ઉપરાંત જો તમે ગાયના ઘી સાથે થોડા ગોળનુ સેવન કરો તો તમને સરદર્દ અને માઈગ્રેનની સમસ્યા સામે રાહત મળી શકે છે. આ સિવાય નિયમિત ૨૦ ગ્રામ જેટલા ગોળનુ સેવન કરવાથી ગેસની સમસ્યામા રાહત મળે છે, પાચનક્રિયા સુધારે છે અને લોહી ચોખ્ખુ કરે છે.

આ ઉપરાંત તેમા પુષ્કળ માત્રામા લોહતત્વ સમાવિષ્ટ હોવાથી તમને એનીમિયા જેવી સમસ્યાઓ સામે રક્ષણ મળે છે. આ સિવાય તેના નિયમિત સેવનથી તમને તાવ , કફ અને શરદીની સમસ્યામાં રાહત મળે છે. આ ઉપરાંત જો તમે આદુ સાથે ગોળનુ સેવન કરો તો તમને સાંધાની સમસ્યામા રાહત મળે છે. જો તમે ગોળ અને ચણાનુ એકસાથે સેવન કરો તો તમારા શરીરમા હિમોગ્લોબીનનુ પ્રમાણ વધે છે અને તમારા મસલ્સ પણ મજબૂત બને છે.

વિશેષ નોંધ : આ લેખ ફક્ત માહિતી હેતુસર લખવામા આવેલ છે. આ ઉપચાર અજમાવતા પહેલા કોઈ તજજ્ઞ વ્યક્તિનો સંપર્ક અવશ્ય કરવો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here