રોજ સવારે આટલું કરો, તમારા નાના ધંધા કરોડો રૂપિયાની કમાણી કરશે..

0
616

આજના યુગમાં દરેક વ્યક્તિ ને કંઈક ને કંઈક અંશે એવી મહેછાઓ રહેતી હોય છે કે કય રીતે ખુબ રૂપિયા કામય શકું આ વાત પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી પોતાનો આભિપ્રાય આપતા જણાવે છે સ્વામી એક કાર્યક્મ દરમિયાન આ વાત પર ખુબ વક્તવ્ય ઉત્તમ ઉદાહરણો થી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે.આપડા સત-શાસ્ત્રો નો અભિપ્રાય પ્રમાણે જોવા જઇયે તો.તમે ન ઇરછ્યું હોય તો પણ ભગવાને તમને આપવું જ પડે.

કદાચ તમારા ભાગ્ય માં ઓછું હોય છતાં પણ ભગવાન મજબુર થઈ જાય તમને આપવા માટે, આપણે સંસારમાં આપડી આજુબાજુ માં વ્યવહારિક જીવનમાં જોઈએ તો તમારે ત્યાં કોઈ નાનો માણસ પ્રામાણિકતા અને નીતિમત્તા થી કામ કરતો હોય તો આપણે પણ એ વ્યક્તિ પર રાજી થઈ તેનો પગાર વધારવા મજબુર થઈ જતા હોય છે અથવા,

વ્યક્તિએ સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત રીતે દરરોજ યોગ્ય તમને અનુકૂળ આવે એવું કાર્ય કર્યું હોય તો તમે પણ ખુશ થઈ ને વર્ષના અંતે અથવા યોગ્ય સમયે અંતર થી ખુશ થઈ એને બોનસ કે ગિફ્ટ આપવા ત્યાર થઈ જાવ છો. આ પ્રકાર ના વ્યક્તિ પર તમે ખુશ થવાનું મુખ્ય કારણ એવું પણ હોય શકે કે વ્યક્તિ તમારા પ્રત્યે હમેશા વફાદાર રહ્યો હોય તમારા કોઈ કાર્ય કે વસ્તુ નો અનાદર ન કર્યો હોય.

આવા માણસ પ્રત્યે કોઈ પણ ને લાગણી નો અનુભવ થતો હોય છે, સહેજે વધુ આપવા મંજુર થઈ જતા હોય છે એક નાનો-મોટો ધંધો કરતા શેઠ પોતાના પ્રામાણિકતા અને નીતિમત્તાયુક્ત વ્યક્તિ પર રાજી થઈ વધુ આપવાની ભાવના થતી જોય તો આવડી મોટી સૃષ્ટિ ના શેઠ એટલે કે સ્વંય ભગવાનને પણ દરેક નાના-મોટા જીવ અને મનુષ્ય વિશે આ ભાવના ચોક્કસ હોય જ.

તેઓ પણ સતત જાણતા જ હોય છે કે આ છોકરા ના નસીબના ઓછું ધન છે પણ તે પુરુષાર્થ પૂરો કરે છે હંમેશા પ્રામાણિક પુરુષાર્થ કરે છે કોઈ નું ખોટું લેતો નથી થોડું દુઃખ થોડું સહન કરવું પડે છે પણ કયારેય કોઈપણ નું ખોટું કરતો નથી ગમેતેવા સંજોગો આવે તો પણ પોતાની ખાનદાની છોડતો નથી આવું જયારે અનંત કોટી બહ્માંડ ના માલિક ને થઈ ગયું ને દે દિવસથી તમારા ઘરમાં રૂપિયા સમાશે નહીં,

આ વાત પર વધુ ભાર આપતા સ્વામી કહે છે કોઈ ના ખિસ્સા માં હાથ નાખવા કરતા ભગવાનને મજબુર કરી લેવા વધુ ઉમેરતા કહે છે આપડે કોક ના ખિસ્સા માં હાથ નાખીયે તો પણ કેટલુંક આવાનું વધીને એક મુઢી જેટલું પરંતુ ભગવાન રાજી થઈ નક્કી કરી લે તો ચોક્કસ ધોધ વરસાવી દે,સમાય નઈ એટલું પણ આપવા સક્ષમ છે.

ખોટો માર્ગ પકડી ને ખોટું કરવા કરતા ભગવાનનો રસ્તો પકડી લેવો જોઈયે આપડી પ્રામાણિકતા અને નીતિમત્તા જોઈને ખુદ ભગવાન પણ મજબુર થઈ જાય એવું કાર્ય કરવું જોઈએ, બસ આટલું જો  કરતા થઈ જઇયે તો નાના-મોટા ગ્રાહકો અને મોટા-મોટા સોદાઓ સામેથી જ આવશે અને તમારો નાનો ધંધો પણ કરોડો રૂપિયા ખેંચી લાવશે.

જ્ઞાનવત્સલ સ્વામી તેમના ગુરુ ના ઉત્તમ ઉદાહરણ આપતા જણાવે છે પ્રમુખસ્વામી મહારાજ ખુબ મોટી baps સંસ્થા ના પ્રમુખ તરીકે અત્યંત કુશળતાપૂર્વક સંસ્થાનું સંચાલન કર્યું છે તેમાં કરછ માં આવેલ ભૂકંપ વિશેની વાત આવે કે કપરા સમયે પણ લોકો સામેથી પ્રેમથી દાન આપવા ત્યાર થઈ જતા હતા, વિશેષ તો આફ્રિકા,લંડન,અમેરિકા માં વસતા કરછી લોકો એ પણ પોતાના પ્રાંત માટે દાન આપ્યું હતું.

આ સમયે નોંધ લેવા જેવી બાબત એ હતી દાન આપતા વ્યક્તિ ખુદ બોલતા પ્રમુખસ્વામી અને baps સંસ્થા ને તમેં આપેલો 1 રૂપિયો પણ વ્યક્તિ સુધી પોંહચતા સવા રૂપિયો થઈ જાય છે આ વિશ્વાસ સાથે તમામ લોકો રૂપિયા આપતા નજરે પડે છે કારણે સંસ્થા ના તમામ સંતો-હરિભક્તો નિઃસ્વાર્થ સેવા કરતા હતા.

અંતે આ તમામ વાત પરથી જ્ઞાનવત્સલ સ્વામી જણાવે છે “તમે પોતાના ધંધા ને જીવનમાં જો ” નૈતિકતા અને પ્રામાણિકતા રાખશો અને પોતાની ખાનદાની નહીં ચુકો તો રૂપિયો તો સામે થી જ આવશે ” ખોટું કયારેક કરવું નહીં દુનિયાનો એક નિયમ છે એક ખોટું છુપાવવા માટે બીજા અનેક ખોટું બોલવું પડતું હોય છે,

ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં સુંદર વાત કરતા જણાવે છે “કર્તવ્ય બરોબર નિભાવવું ફળ ની ચિંતા ભગવાન પર છોડી દો” પરિણામ હંમેશા ભગવાન નક્કી કરતા હોય છે આપડે માત્ર યોગ્ય કર્મ કરતું રેહવું જોઈએ આ વાત અનેક વાત નો સાર તરીકે જાણવામાં આવે છે, આટલી વાત જો દરરોજ યાદ રાખી અને સતત વિચાર કરતા રહીયે તો તમારો કોઈપણ નાનો ધંધો પણ કરોડો રૂપિયાની કમાણી કરાવી શકે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here