ઋતુ બદલાતા જ શરદી અને ખાંસી આવે છે તો આજે જ અપનાવો આ સૂપ પીવાનો ઉપાય..

0
201

આજ કાલ મોટા ભાગના લોકો ખાવા પીવાના શોખિન હોય છે, ત્યારે આવા સમયે ક્યાંક ક્યાંક વરસાદી સિઝન પણ ચાલી છે. બીજી બાજૂ ઠંડીની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. આવા સમયે બિમારી આવી શકે છે. વરસાદી સિઝનમાં મોટા ભાગે લોકોને ક્યાંક ચટપટુ ખાવાની ઈચ્છા થતી હોય છે.

તેથી આપ પણ ઘરે ગરમાગરમ સૂપ બનાવીને પી શકો છઓ. આ સૂપ હેલ્દી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ છે. આવા સમયે બાળકોથી લઈને સૌ કોઈ તેને સરળતાથી પી લેશે. આવો જાણીએ તેને બનાવાની રેસીપી…

 • સામગ્રી
 • કાળા મરી પાઉડર- 1/2 નાની ચમચી
 • ખાંડ- 1/2 ચમચી
 • માખણ- 1 મોટી ચમચી
 • બ્લેક સોલ્ટ- 1/2 નાની ચમચી
 • મીઠુ- સ્વાદ અનુસાર
 • પાણી- 2 કપ
 • ગાર્નિશ માટે : 
 • લીલા ધાણા
 • મલાઈ અથવા તાજી ક્રીમ
 • બ્રેડ ક્યૂબ્સ- જરૂરિયાત અનુસાર

બનાવાની રીત :  ટામેટાંને ધોઈને મોટા ટુકડા કરી લો, એક કડાઈમાં પાણી અને ટામેટાંને મધ્યમ તાપ પર ઉકાળો. જ્યારે ટામેટા નરમ થઈ જાય અને પાકી જાય ત્યારે તેને ઠંડા પાણીમાં નાખો. હવે ટામેટાને છોલીને પીસી લો.

પીસેલા ટામેટાને ચાળણી વડે ગાળી લો અને તેના બીજ અલગ કરો. હવે પેનમાં જરૂર મુજબ પાણી અને ટામેટાની પ્યુરી ઉમેરી મધ્યમ તાપ પર રાંધી લો. જ્યારે તે ઉકળે છે, ત્યારે બાકીની સામગ્રી ઉમેરો અને 7-8 મિનિટ માટે પકાવો.

લો તમારું હેલ્ધી અને ટેસ્ટી ટોમેટો સૂપ તૈયાર છે. તેને સર્વિંગ બાઉલમાં મૂકો અને કોથમીર, બ્રેડ ક્યુબ્સ, ક્રીમ અથવા ફ્રેશ ક્રીમથી સજાવી સર્વ કરો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here