આજે ઇન્ફો ગુજરાતની ધાર્મિક ટીમ તમને મહાદેવના સાક્ષાત દર્શન કરવા જઈ રહી છે. આજે અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના નસવાડી ગામની જ્યાં ગામમાં આવેલ વર્ષો જુનું મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરની મહીમા નો કોઈ પાર જ નથી.
ગામજનોના કેહવા મુજબ આ મંદિર આજથી 150 વર્ષ પેહલા બનાવેલું છે એમ મનાય છે. આ મંદિરમાં સાક્ષાત ભોલેનાથ વાસ કરે છે. આજે એ મંદિરમાં એક એવી ઘટના બની કે સૌ કોઈ લોકોને મહાદેવના સાક્ષાત દર્શન કરવાનો લાહવો મળી ગયો.
મંદિરમાં સાપએ ઉતારી મહાદેવની આરતી : મંદિરમાં અચાનક જ સાપ આવી પડ્યો અને મંદિરના પરિસરમાંથી મહાદેવને શિવલિંગ તરફ જવા લાગ્યો. આ જોઈને મંદિરમાં દર્શને આવેલા શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે શું કરીશું ? આ સાપને કેવી રીતે બહાર કાઢીશું ?
ગામના લોકો અને શ્રદ્ધાળુઓ હજુ વિચારે વિચારે ત્યાંતો સાપએ શિવલિંગની આગળ પડેલું આરતીયુ પોતાના શરીરે વિતાલી દીધું અને પુર ઝડપે પોતાનું શરીર હલાવવા લાગ્યો કે જાણે મહાદેવની આરતી ઉતારતો હોય એમ. આ જોઈને ગામજનો અને શ્રદ્ધાળુઓને થોડીવાર તો આશ્ચર્ય લાગ્યું પરતું ધીમે ધીમે સૌ કોઈને ખ્યાલ આવી ગયો કે આ તો સાક્ષાત મહાદેવ પ્રસન્ન થયા છે.
આ તમામ દ્રશ્યો ગામના એક યુવકે પોતાના મોબઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા.તે વિડીયો જોઈને તમે પણ મહાદેવના સાક્ષાત દર્શન કરીને આપની સૌ કોઈ ઈચ્છા પૂરી કરી શકો છો. વિડીયો નીચે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
View this post on Instagram
ત્યારબાદ ત્યાના સ્થાનિક લોકો તરત જ દર્શને દોડી આવ્યા હતા. મહાદેવની સામે હરકોઈ હાથ જોડીને પોતાની અંગત માંગણીઓ કરવા લાગ્યા.એક બાજુ સાપ આરતી ઉતરતો ગયો અને એક બાજુ ગામના લોકો અને તમામ શ્રદ્ધાળુઓ આરતી ગાતા ગયા.
આ તમામ ઘટના લગભગ 10 મિનીટ સુધી ચાલી. ત્યાર બાદ સાપ આપમેળે જ આરતીયુ મૂકીને મંદિરની બાજુમાં આવેલા ખેતરમાં ચાલ્યો ગયો.
આ વિડીયો જોયા પછી હરકોઈને આ તમામ પળો પોઅની નજરે જોવાની ઈચ્છા થતી હશે પરતું કેહવાય છે ને કે ભગવાનના સાક્ષાત દર્શન કરવા કાઈ સેહલા નથી. તેના માટે અડગ શ્રદ્ધા અને ભક્તિના ગુણગાન ગાવા પડે છે.
અમને આશા છે કે તમને અમારો આ લેખ ખુબ જ પસંદ પડ્યો હશે.આવી જ રીતે રોજ ધાર્મિક લેખો અને સમાચાર વાંચવા માટે અમર પેજ ઇન્ફો ગુજરાતને લાઈક જરૂર કરજો.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!