સાબરમતીમાં હજારો માછલાના મોતથી તંત્રમાં ફડફડાટ, કારણ છે ચોંકાવનારૂ… જાણો વિગતે..!

0
168

અમદાવાદ શહેરના સુભાષબ્રિજ પાસે શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટમાં એકાએક માછલીઓનાં મોત થતા ચિંતા શહેરીજનોને ચિંતા વધારી છે. અચાનક થયેલા માછલીઓનાં મોતના પગલે એએમસી કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું. સાબરમતી નદીકિનારે આવેલી મૃત માછલીઓને રિવરફ્રન્ટ ક્લિનિંગ વિભાગે બહાર કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. જો કે આ મામલાને ઈન્ડિયન મેડિકલ એસિસિએશના ગુજરાત બ્રાન્ચ કોડીનેટરે પાણીના વાયરસને ગંભીર બાબત ગણાવી હતી. ડૉ. દેવેન્દ્ર પટેલ અને ડૉ. મુકેશ મહેશ્વરીએ સરકારને આ બાબતને ગંભીરતાથી લેવાની અપીલ કરી હતી. આ સાથે કોડીનેટરે પાણીમાં વાયરસ લાંબો સમય ટકી ન શકે તેવું પણ નિવેદન કર્યું હતું.

સાબરમતી નદીમાંથી લેવાયેલા તમામ નમૂનાઓ સંક્રમિત જોવા મળ્યા છે. જે ચિંતાનો વિષય છે. અત્યાર સુધી ગંગા નદીમાં મળી આવતા મૃતદેહને લઈને ગંગા નદીમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો હતો.

અમદાવાદના જળાશયોમાંથી લેવાયા કોરોનાના સેમ્પલ : અમદાવાદના જળાશયોમાંથી કોરોના વાયરસને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જેમાં અમદાવાદના કાંકરીયા, સાબરમતી નદી અને ચંડોળા તળાવના સેમ્પલ લેવાયા છે. સાબરમતીમાંથી 694, કાંકરીયા તળાવમાંથી 549 અને ચંડોળા તળાવમાંથી 402 સેમ્પલ લેવાયા છે. જ્યારે સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી દરેક અઠવાડિયે સેમ્પલ લેવાયા હતાં.

ગાંધીનગર IIT અને 8 સંસ્થાના તારણો સામે આવ્યાં : સેમ્પલ બાદ તેમાં તપાસ કરવામાં આવી હતી. ગાંધીનગર આઈઆઈટી અને 8 સંસ્થાના તારણો સામે આવ્યાં છે. જળાશયોમાં કોરોના હોવાનું સામે આવતા ખળભળાટ ઉભો થયો છે.નોંધનીય છે કે, ગુજરાતના અમદાવાદની જીવાદોરી કહેવાતી સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. ત્યાંથી લેવામાં આવેલા તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયા હતાં.


સાબરમતી શુદ્ધિકરણ માટે 250 કરોડ રૂપિયા વેડફાયા : સાબરમતી શુદ્ધિકરણ માટે 250 કરોડ રૂપિયા વેડફાયા છે. કાંકરિયા, ચંડોળા અને સાબરમતીમાં કોરોના સેલ સામે આવ્યા છે. ભાજપ શાસકોના દાવાઓ ખોટા સાબિત થયા છે. અહેવાલ થી એ સ્પષ્ટ થયું કે સાબરમતી નદીમાં ગટરના પાણી ઠલવાય છે.

સાબરમતી નદીને પ્રદુષિત કરતી ભાજપની ગુનાહિત બેદરકારી છે.નિષ્ફળ રહેલા શાસકો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. એપેડેમીક એકટ હેઠળ શાસકો સામે ગુનો નોંધવા માંગ કરવામાં આવી છે.

સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચૂકી : અત્યાર સુધીમાં દેશના અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચુકી છે. પરંતુ આ વખતે પહેલી વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની ઉપસ્થિતિની જાણ થઈ છે.

ત્યારે સાબરમતી નદીમાં કોરોના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, સાબરમતી નદી પ્રદુષિત હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા. સાબરમતી નદીનું પાણી માનવ જીવન માટે ઝેર સમાન છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here