સાબુદાણા દેખાવમાં સફેદ નાના મોતી જેવા હોય છે. તેનો ઉપયોગ મોટાભાગે ફળાહાર માટે થતો હોય છે. પણ જો તમે અઠવાડિયામાં એકવાર સાબુદાણાની ખીચડી,ખીર તેમજ તેનામાંથી બનતી અનેક વસ્તુઓ ખાતા થઇ જશો તો તમને થશે આ ફાયદાઓ…
1. ગરમી પર કરો નિયંત્રણ : એક શોધમાંથી મળેલી માહિતી મુજબ સાબુદાણા તમને ફ્રેશ રાખવામાં મદદરૂપ બની શકે છે. અને તેને ચોખા સાથે મિક્સ કરીને ખાવાથી આ તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ ઓછુ કરી દે છે.
2. ઝાડા પર રોક લગાવે : જ્યારે પેટ ખરાબ થાય અને ઝાડાની સમસ્યા સતાવે તો આવામાં દૂધ નાખ્યા વગરની સાબુદાણાની ખીર ખૂબ જ અસરકારક સાબિત થાય છે, અને તરત જ આરામ આપે છે. 3. બ્લડ પ્રેશર કંટ્રોલમાં : સાબુદાણામાં જોવા મળતા પોટેશિયમ રક્ત સંચારને સારું કરીને તેને નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત માંસપેશીયો માટે પણ ફાયદાકારી છે.
4. પેટની સમસ્યાઓ દૂર કરે : પેટમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતા સાબુદાણા ખાવા ખૂબ લાભપ્રદ હોય છે. અને આ પાચનક્રિયાને ઠીક કરી ગેસ, અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે. 5. એનર્જી વધારે : સાબુદાણા કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત અને જરૂરી ઉર્જા આપવામાં ખૂબ સહાયક નિવડે છે.
6. ગર્ભ સમયે : સાબુદાણામાં ફોલિક એસિડ અને વિટામિન બી જોવા મળે છે જે કોમ્પલેક્સ ગર્ભાવસ્થા સમયે ગર્ભમાં ઉછરી રહેલ શિશુના વિકાસમાં સહાયક હોય છે. 7. હાડકા કરે મજબૂત : સાબુદાણામાં કેલ્શિયમ, આયરન, વિટામીન કે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે હાડકાંને મજબૂત બનાવી રાખવામાં અને જરૂરી લચીલાપણા માટે ખૂબ જ ફાયદાકારી હોય છે.
8. વજન વધારે : ઓછા વજનવાળા વ્યક્તિઓમાં ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે. આવી વ્યક્તિઓનું વજન સહેલાઈથી નથી વધતુ. ત્યારે સાબુદાણા એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે વજન વધારવામાં મદદ કરે છે.
9. થાક કરે દૂર : સાબૂદાણાનું સેવન થાકને દૂર કરે છે. આ થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને કાયમ રાખવામાં મદદ કરે છે. 10. ત્વચામાં રોનક લાવે : સાબુદાણાનો ઉપયોગ ફેસ માસ્ક બનાવવામાં પણ થાય છે. તેનુ ફેસ માસ્ક બનાવીને ચહેરા પર લગાવવાથી ટાઈટનેસ આવે છે અને કરચલીઓ ઓછી થઈ જાય છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!