હાલમાં સમાજમાં આપણે અનેક એવી ઘટનાઓ બનતી જઈ રહ્યા છીએ કે જેમાં એક જ પરિવારના ઘણાં બધા લોકોના એકસાથે મૃત્યુ થઈ રહ્યા છે. આવી કરુણ ઘટનાઓ આપણે સાંભળીએ છીએ અને જોઈએ પણ છીએ. લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. આવી જ એક ઘટના જે ખૂબ જ કરુણ બની છે.
આ ઘટના એક ગામમાં બની હતી. આ ગામના એક જ પરિવારના 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અને આ ઘટના જાણીને ગામના લોકો ખૂબ જ ચોંકી ગયા હતા. અને ગામના લોકોના ડોળા ફાટી રહ્યા હતા. આ ઘટના ગામમાં રહેતા એક પરિવારની 3 દીકરીઓ અને તેમના દીકરીઓના પુત્ર-પુત્રી સાથે બની હતી.
આ ઘટના ત્રણ દીકરીઓમાં કાલુદેવી નામની મોટી દીકરી તેની ઉંમર 27 વર્ષની હતી. તેના પતિનું નામ નરસિંહલાલ હતું. તેમની બીજી દીકરી મમતાદેવી તેની ઉંમર 23 વર્ષની હતી. તેમના પતિનું નામ જગદીશ હતું. તેની ત્રીજી દીકરીનું નામ કમલેશદેવી હતું તેમની ઉંમર 20 વર્ષની હતી. અને તેમના પતિનું નામ મુકેશ હતું.
આ ત્રણે બહેનો તેના પિતાને ત્યાં મળવા માટે આવી હતી. બહેનોને સાસરીયે પણ સારું એવું હતું. અને તેઓ થોડા દિવસ તેના પિતાને ત્યાં રહેવાની હતી. અને આ ત્રણેય બહેનોએ તેમના 4 વર્ષનો બાળક અને બીજુ બાળક 20 દિવસનો જ હતું. આ ત્રણેય બહેનો તેમની માતાને બપોરના સમયે બજારમાં બહાર જમવા જવું છે.
તેમ કહીને ઘરેથી નીકળી હતી. પરંતુ સાંજે ઘરે પાછી ન આવતા ત્રણેય બહેનો અને તેની સાથે તેના 4 વર્ષનો અને 20 દિવસનું બાળકને શોધવા માટે તેના માતા-પિતા નીકળ્યા હતા. પરંતુ દીકરીઓ પરત ન આવતા અને કંઈ પણ જાણ ન થતા તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ થોડા દિવસ પછી એક દિવસ ગામના ખેતરમાં ગામના વ્યક્તિને પોતાના કૂવામાં 5 લાશો જોવા મળી હતી. આ લાશોને ગામના લોકોએ ભેગા મળીને બહાર કાઢ્યા હતા. અને તરત જ આ મૃતદેહને ગામના લોકો ઓળખી ગયા હતા. અને દીકરીઓના પિતાને તેમની દીકરીઓની જાણ કરવામાં આવી હતી.
આ 5 લાશોને જોઇને ગામના લોકોના હૃદય પીગળી ગયા હતા. પરંતુ દીકરીઓએ પોતાના બાળકો સાથે આપઘાત શા માટે કર્યો તે કોઈ જાણી શક્યું નથી. અને દીકરીઓના સાસરિયાની તેના પિતાએ ખુબજ કરુણ આ વાત જણાવી હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી. અને આ ઘટના પાછળનું કારણ શોધી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!