આજકાલ સમાજમાં ઘણી બધી ઘટનાઓ ગંભીર બની રહી છે. ગંભીર ઘટનાઓ બનતા ઘણા બધા લોકોના મૃત્યુ પણ થવા લાગ્યા છે. સમાજમાં લોકો એકબીજા સાથે મારામારી અને હ.ત્યાની ઘટનાઓ કરી રહ્યા છે. લોકો નાની નાની વાતોમાં બીજા સાથે ઝઘડો કરીને મારામારી કરી રહ્યા હોય છે. પરંતુ મારામારી ગુસ્સામાં વધી જતા લોકોની હ.ત્યા પણ થવા લાગી છે.
આજકાલ આવી ઘટનાઓ વધવાને કારણે ઘણા બધા લોકોના જીવ પણ જવા લાગ્યા છે. આવી જ એક મારામારી અને હ.ત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ જિલ્લામાં રહેતા પરિવારના યુવક સાથે આ ઘટના બની હતી. જીજાજી અને સાળા વચ્ચે આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે.
પરંતુ આ ઘટના ખૂબ જ ગંભીર બની હતી. રાજકોટ જિલ્લામાં જામનગર રોડ પરના મનહરપુર સોસાયટીમાં પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ પત્ની રહેતા હતા. પતિનું નામ મયુર વિનોદભાઈ ધરજીયા હતું. મયુરભાઈની ઉંમર 26 વર્ષની હતી. તેમની પત્નીનું નામ સોનલ મયુરભાઈ ધરજીયા હતું. મયુરભાઈએ એક વર્ષ પહેલા સોનલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
મયુરભાઈ પડધરી આર્ટસ કોલેજમાં બી.એમમાં અભ્યાસ કરતા હતા. અને તેમની પત્ની ઘર કામ કરતી હતી. મયુરભાઈ તેની પત્ની સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. તેઓએ પ્રેમ લગ્ન કર્યા હતા તેથી પોતાના પરિવારથી દૂર રહેતા હતા. સોનલનો ભાઈ રવિ બિછાલ લાલવાણી તેના ઘરે અવારનવાર રહેવા માટે આવતો હતો.
સોનલનો ભાઈ મયુર સાથે ઘણીવાર ઝઘડો કરી ચૂક્યો હતો. જીજાજી અને સાળાને બનતું ન હતું. તે માટે એક દિવસ રવી સોનલના ઘરે આવ્યો હતો. મયુરે બહારથી આવીને જમવા માગ્યું હતું. તે સમયે સોનલને રસોઈ બનાવવામાં મોડું થયું હતું. તે માટે મયુરે સોનલને ઠપકો આપ્યો હતો. બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થયો હતો.
આ ઘટના પહેલા પણ સોનલે રસોઈ બનાવવાનું મોડું કર્યું હતું. ત્યારે મયુરે તેના પર ગુસ્સે થઈને તેની સાથે ઝઘડો કર્યો હતો. આ વાત રવિને ખબર પડતાં રવિએ બનેવી મયુર સાથે ખૂબ જ માથાકૂટો કરી હતી. ઝઘડા કર્યા હતા. બનેવીની આ ઘટનાઓને કારણે મારામારી પર બંને આવી ગયા હતા. બંને ઢીકા પાટા મારવાના ચાલુ કર્યા હતા.
એકાએક રવિની હાથમાં ચપ્પુ આવી જતા તેણે ચપ્પુના ઘા મયુર પર મારી દીધા હતા. ત્યારબાદ મયુર ચપ્પુના ઘા મારવાને કારણે પીડા અને કારણે તે ખૂબ જ બૂમો પાડી રહ્યો હતો. તે સમયે રવિ ડરીને ભાગી ગયો હતો. અને સોનલે આસપાસના લોકોને ભેગા કરીને મયુરને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલ લઈ જતા મયુરનો મૃત્યુ થઈ ગયું હતું અને સોનલ ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી. તેના ભાઈને કારણે પોતાના પરિવારનું જીવન લથડી પડ્યુ હતું. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરતા સાળા રવિને પોલીસ શોધી રહી હતી. સાળા બનેવીના ઝઘડાને કારણે બનેવીનો જીવ ગયો હતો.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!