પ્રસંગ-30 : ગોંડલથી અન્નકૂટોત્સવ માટે સ્વામીશ્રી સારંગપુર પધારેલા. આ વર્ષે યોગીજી મહારાજ અન્નકૂટ પછી પણ ગોંડલ જ રોકાવાના હતા. તેથી તેઓ વતી સ્વામીશ્રી અમદાવાદમાં પ્રબોધિની એકાદશીનો ઉત્સવ ઊજવીને તા. ૬/૧૧ના રોજ વસો મુકામે આવી પહોંચેલા.
અહીં સ્વામીશ્રી પધારતાં જ જાણે યોગીજી મહારાજ પધાર્યા હોય તેમ સૌએ બેન્ડ-વાજાં વગાડી, દારૂખાનું ફોડી, પુષ્પવૃષ્ટિ કરીને ભવ્ય સ્વાગત કર્યું.આખા ગામમાં નગરયાત્રા કાઢી.
સ્વામીશ્રીએ પણ પાંત્રીસેક પધરામણીઓ અને રાત્રે કથાવાર્તાનો લાભ આપી સૌને રાજી કર્યા. ત્યારબાદ સૌ સૂતા. બીજે દિવસે સવારે સ્વામીશ્રી દેહક્રિયા માટે શૌચાલયમાં ગયા, પણ ત્યાં તેઓને જોઈએ એવી સ્વચ્છતા જણાઈ નહીં.
તેથી જાતે જ સાવરણો લઈને સંડાસ-સફાઈ કરી નાખી !સ્વચ્છતા એમની મનપસંદ વાત હતી અને સેવા એમનો મનપસંદ ગુણ હતો. સ્વામીશ્રીએ આ બંને અહીં સાકાર કરી બતાવ્યા,
એક તરફ જ્યારે યોગીજી મહારાજ પોતાના વતી સ્વામીશ્રીને ઉત્સવ સમૈયાઓમાં મોકલતો હોય, ત્યારે પણ તેઓ આવી નાની સેવાઓમાં ખચકાટ વગર પરોવાઈ જતા. ‘હું’ પદથી હળવા હોય તે જ યોગીજી મહારાજના પ્રતિનિધિ થવાની સાથે સાથે સેવાના પ્રતિનિધિ પણ બની શકે !
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો