ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝન ખૂબ સારી ચાલી રહી છે. રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સારા વરસાદને કારણે લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. ખેડૂતોમાં વધારે ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે કારણ કે ખેડૂતોને પોતાની વાવણીને પૂરતું પાણી મળી રહેતું હોવાથી તેઓની વાવણી સારી થઈ રહી છે.
દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની સિઝન ચાલુ થતાની સાથે સારો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જેવા જિલ્લાઓમાં ખૂબ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. તે માટે પ્રવાસીઓ આ વરસાદની મોજ માણવા માટે વલસાડ તેમજ નવસારી જિલ્લાના પ્રવાસી સ્થળો પર જઈ રહ્યા છે.
ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમમાં પણ લોકો વધારે ફરવા માટે જઈ રહ્યા છે. ત્યાંની વરસાદની રોનક અને ડેમ જોઈને લોકો મજા માણી રહ્યા છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમની સપાટી ઊંચી જોવા મળી રહી છે. તેમની સપાટીના 8,558 ક્યુસેક પાણીનો વધારો થયો છે.
તેથી ડેમની સપાટી 114.38 મીટર ઊંચી થઇ છે. ડેમમાં પાણીની સપાટી વધતા ગુજરાતના લોકો માટે આ ખુબ જ સારા સમાચાર છે. ડેમની સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હાલમાં ડેમમાં 8409 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે ડેમની સપાટી વધતા ધીમે ધીમે પાણીને છોડવામાં પણ આવી રહ્યું છે.
તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં નદીઓમાં વધારે પાણી વહેતું જોવા મળી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં ખૂબ જ પાણી વધતા તેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના 6 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રના ઘણા બધા તાલુકાઓમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
તેને કારણે રાજ્યના 90 વિસ્તારમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. કચ્છમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના 141 જાણશયમાં પાણીની આવક સારી એવી જોવા મળી રહી છે. તેને કારણે ફોફળ-1 ડેમ, ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે. તે માટે ભાદર ટુ ડેનમાંથી પાણીને છોડવામાં આવી રહ્યું છે.
ડેમો ઓવરફલો થતા પાણી છોડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોની ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો પડી રહ્યો છે. સરદાર સરોવરના પ્રવાસીઓની વાતાવરણમાં એક પલટો થવાને કારણે મીની કશ્મીર જેવા આલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેવડિયા અને સાગબારા ડેડીયાપાડામાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે.
નર્મદા જિલ્લામાં પાંચ તાલુકાઓમાં એક સાથે સતત વરસાદ રહ્યો હતો. તેમાંથી કેવડિયા અને સાગબારા ડેડીયાપાડા વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ વરસ થયો છે. જ્યારે કોઈ ઠંડક પ્રસરાવી દીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફરતા પ્રવાસીઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાંથી 8558 ક્યુસેક પાણી સરદાર સરોવર ડેમમાં આવ્યું છે.
તેને કારણે નર્મદા ડેમની સપાટી 114.38 પહોંચી ગઈ છે. આમ, નર્મદા ડેમની સપાટીમાં એકાએક વધારો થવાને કારણે CHPHના બે પાવર હાઉસને ચાલુ કરી દેવામાં આવ્યા છે. આમ, ગુજરાતમાં એકંદરે ખૂબ જ સારું ચોમાસુ વરસી રહ્યું છે. ગયા વર્ષ કરતા આ વર્ષનું ચોમાસું સારું રહ્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!