હાલમાં હજુ પણ રાજ્યમાં ઘણા બધા ગામોની સ્થિતિ પછાત જોવા મળી રહી છે. બીજા ગામોનો વિકાસ થતા અમુક પછાત વિસ્તારના ગામડાંઓમાં હજુ પણ વિકાસ અધૂરો રહ્યો છે. જંગલ વિસ્તારના ગામડાઓનો વિકાસ ન થતા લોકોને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. જંગલ વિસ્તારમાં આવેલા આદિવાસી ગામો આવેલા છે.
આદિવાસી ગામોમાં સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓ સરખી ન મળતાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી જ એક ગંભીર ઘટના જંગલ વિસ્તારના ગામડાઓમાં લોકોની સહન કરવી પડી હતી. આ ઘટના નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામમાં બની હતી.
ઝરવાણી ગામમાં ઉખાકુંડ ફળિયામાં રહેતા પરિવાર સાથે આ ઘટના બની હતી.ઉખાકુંડ ફળિયામાં વૃદ્ધ માતા અને તેમનો પરિવાર રહેતો હતો. પરિવારમાં દેવકી બેન નામની વૃદ્ધ માતા રહેતી હતી. તેમની ઉંમર 75 વર્ષની હતી. માતા તેમના પુત્રો સાથે રહેતી હતી. પુત્રનું નામ ધીરજ વસાવા હતું. ધીરજ વસાવાના 75 વર્ષીય વૃદ્ધ માતા બીમાર પડયા હતા.
નર્મદા જિલ્લાનું અંતરિયાળ ગામ હોવાને કારણે આ જંગલ વિસ્તારમાં પાકા રસ્તાઓ અને નદીઓ પર પુલ થયા ન હતા. તેને કારણે વરસાદ વરસતા આ કાચા રસ્તાઓ ધોવાઇ ગયા હતા. આ ગામ સુધી પહોચવા ગામના લોકોને 5 થી 6 કિલોમીટર સુધી ચાલવું પડતું હતું તેથી કોઈ આ ગામ સુધી પહોંચી શકતું ન હતું.
વાહનો કાચા રસ્તા ધોવાઈ જવાને કારણે ગામમાં જઈ શકતા ન હતા. ગામમાં કોઈપણ સુવિધા પણ કરવામાં આવી ન હતી તેથી ગામની પછાત સ્થિતિ હતી. તેને કારણે ધીરજ વસાવાની માતા અચાનક બીમાર પડયા હતા. બીમાર માતાને તે સમયે તેને દવાખાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ ઉપર આવી શકે તેમ ન હતી.
તેને લીધે બંને પુત્રોને માતાને કાપડની જોળી બનાવીને જોળીમાં સુવડાવીને વૃદ્ધ માતાને દવાખાને લઈ જવી પડી હતી. અંતરિયાળ ગામ હોવાને કારણે 108 પણ જઈ શકતી નથી. તેને કારણે આદિવાસી ગામમાં જયારે પણ કોઈ બીમારે પડતા ત્યારે આવી જ સ્થિતિ ઊભી થતી હતી. દરેક ગામજનોને બીમાર વ્યક્તિને જોળીમાં ખંભી ઊંચકીને દવાખાને લઈ જવા પડતા હતા.
આવી સ્થિતિ એક વૃદ્ધ માતા સાથે બનતા તેના પુત્રો સરકાર તંત્ર સામે ખૂબ જ ગુસ્સે થયા હતા. તેની માતાને સરખી સારવાર ન મળતા પુત્રો નિરાશ થયા હત. તેને કારણે વૃદ્ધ માતાને પુત્રો 5 થી 6 કિલોમીટર ખંભે જોળી બનાવીને માતાને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આમ, માતાની ખુબ સ્થિતિ ગંભીર થઇ હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!