સાસુની અવળચંડાઈ : હું જમુ પછી જ વહુએ જમવાનું, અને જો વહુ પહેલા જમીલે તો થાય જોયા જેવું, વાંચો..!

0
138

છેલ્લા ઘણાં દિવસથી આપણે સાસરિયાના ઘરેલું કંકાસના કિસ્સાઓ અવારનવાર સાંભળીયે છીએ. આ ઘટનાઓ આપણી જ આસપાસ થતી હોય છે. સાસુ-વહુના ઝઘડાઓ સમાજના અનેક ઘરોમાં ચાલતા હોય છે. પરંતુ અમુક ઘરોમાં સાસુના નીતિ-નિયમો મુજબ જ વહુને ચાલવાનું હોય છે અને જો એમ ન થાય તો ઘરમાં વહુ સામે ઝઘડાઓ થાય છે અને તેને ત્રાસ અપાય છે.

આ ઘટના અમદાવાદના ઘોડાસરમાં રહેતી યુવતીની છે જે હાલમાં પોતાના ભાઈ અને માતા-પિતા સાથે રહે છે. તેના સાસરિયાના ઘરેલું કંકાસને કારણે તે પિયરમાં રહે છે .તેના સાસરીયા ઘરમાં સાસુના નિયમો મુજબ ન થતું હોવાથી અવારનવાર ઝઘડાઓ થતા હતા. અને યુવતીને ખુબ ત્રાસ અને મારી નાખવાની ધમકીઓ આપતા હતા. સાસરીના આ ત્રાસથી વહુ કંટાળી ગઈ હતી.

યુવતીની સાસુએ એક નિયમ બનાવ્યો હતો એની સાસુ એમ કહેતી કે, પહેલા સાસુએ જમવાનું પછી જ વહુએ  જમવાનું, ઘરના બધા સભ્યો જમે પછી જ વહુએ જમવાનું અને પહેલા જમી લે તો તેની સાસુ ઝઘડાઓ કરતી હતી.અને આ ઝઘડા અવારનવાર ચાલતા હતા. યુવતીને ધાકધમકીઓ ખુબ અપાતી હતી. અને આમાંથી ક્યારેક મારી નાખવાની ધમકીઓ પણ અપાતી હતી.

યુવતીને લગ્ન પછી 4 મહિના સુધી ખુબ સારી રીતે રાખી હતી. પછી યુવતીની નણદ વાર-તહેવારે પિયરમાં આવતી હતી ત્યારે તે યુવતીને કહેતી તારા માતા-પિતાએ કરિયાવરમાં ખુબ ઓછો સામાન આપ્યો હોવાનું કહેતી હતી. અને એમાંથી મનભેદ થવા લાગ્યા. અને નણદ કહેતી તારા કરતા સારા ઘરની અને સારી નોકરી કરતી છોકરીઓના માંગા આવતા હતા.

યુવતીને આવી વાતો સંભળાવીને ખુબ ત્રાસ આપતા હતા અને આ વાતોમાંથી તેની સાથે ઝઘડાઓ કરતા હતા. ઝઘડાઓ ક્યારેક એટલા વધી જતા કે તેનો પતિ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો અને કહેતો કે મારી માતા અને બહેન સાચું જ કે છે તું કરિયાવર ઓછો જ લાવી છો અને તારો જ વાંક છે. અને દાગીના, ફર્નીચર અને ગાડી આ કરિયાવરની પિયરમાંથી માંગણી કરતો હતો.

આ કરિયાવર નહોતો મળતો એટલે યુવતીને ત્રાસ આપતો.અને યુવતીને મારી નાખવાની એવી ધમકીઓ આપતો. આનાથી ડરીને યુવતી પિયર ચાલી ગઈ. અને તેના માતા-પિતાના કહેવા પ્રમાણે યુવતીએ પોલીસને ફરિયાદ કરી. સાસરીયાના પોતાના પતિ,સાસુ અને નણદ સામે યુવતીએ ફરિયાદ નોંધાવી. અને પોલીસને પોતાને ન્યાય મળેએ બદલ અપીલ કરી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here