આજકાલ ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી લે છે. લોકો પોતાના જીવનમાં ધંધાઓ તથા પરિવાર થી કંટાળીને આવા ખરાબ પગલાં ભરી રહ્યા છે. અનેક લોકોના મૃત્યુ થયા હોવાનું આજકાલ આપણે સાંભળી રહ્યા છીએ. આવા કિસ્સાઓ રોજબરોજ આપણી સામે આવી રહ્યા છે.
એવી જ એક ઘટના સુરતમાં પનાસ ગામમાં આવેલા મનપા આવાસ નજીક બની છે. આ ઘટનામાં એક યુવાન પોતાની જિંદગીથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દે છે. આ મનપા આવાસ નજીક આવેલી પ્રજ્ઞા સોસાયટીમાં રહેતો હતો. આ યુવાનનું નામ યુવાન રાહુલ પ્રભાકર ભાઈ સાલુંકે હતું. તેની ઉંમર 27 વર્ષની હતી.
રાહુલ પરિણીત હતો. રાહુલ તેની પત્ની સાથે પોતાના પરિવારથી જુદો રહેતો હતો. રાહુલની પત્ની માથાભારે હતી. તેને કારણે રાહુલને પોતાના પરિવારથી વિખૂટો થઇને રહેવું પડતું હતું. રાહુલની પત્ની રાહુલના માતા-પિતાને સાચવતી નહોતી. અને રોજે તેની સાથે ઝઘડો કરતી હતી. તેને કારણે રાહુલે પોતાની જિંદગીમા પોતાના પરિવારથી જુદુ રહેવાનું વિચાર્યું હતું.
તેને કારણે તેની પત્નીના પિયારયાવાળા પ્રજ્ઞા સોસાયટીમાં રહેતા હતા. તેની બાજુના મકાનમાં ભાડે રાહુલે મકાન રાખ્યું હતું. રાહુલ અને તેની પત્ની આ મકાનમાં ભાડે મકાનમાં રહીને પોતાનું જીવન જીવતા હતા. રાહુલ હીરા બનાવવાના ક્લાસ ચલાવતો હતો. તે સારું એવું કમાતો હતો. પરંતુ રાહુલને તેની પત્ની અને સાસુ કોઈ કારણોસર ત્રાસ આપતી હતી.
રાહુલને ધંધેથી આવ્યા બાદ આ ત્રાસને કારણે તે ખૂબ જ કંટાળી ગયો હતો. અને આ વાત તે કોઈને કહી શકે તેમ ન હતો. અને ક્યારેક રાહુલ અને તેની પત્નીને ઝઘડો થતો ત્યારે તેની પત્ની રાહુલને ઘરની બહાર કાઢી મુકી હતી. રાહુલના પરિવારને તેની પત્ની મળવા પણ જતી નહોતી. અને રાહુલને પણ ખૂબ જ ત્રાસ આપતી હતી.
તેને કારણે બંને જણાને મૃત્યુ પામ્યો તેના આગળના દિવસે કોઈ વાતને લઈને ખુબ જ ઝઘડો થયો હતો. રાહુલે એક દિવસ સવારના સમયે તેની પત્ની ઘરે નહોતી. ત્યારે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. અને પોતાનું જીવન પતાવી દીધુ હતું. ત્યારબાદ તેની પત્ની ઘરે આવતા રાહુલને આ હાલતમાં જોઇને લથડી પડી હતી.
ત્યારબાદ રાહુલના પરિવાર વાળાને રાહુલને મૃત્યુની જાણ કરવામાં આવી હતી. ત્યારે જ રાહુલના પરિવારવાળાએ તેની પત્ની અને તેના પિયરયાએ રાહુલને મારી નાખ્યો હોવાનું શંકા કરી હતી. રાહુલ પરિવારવાળાએ રાહુલની પત્ની અને તેના સાસરીયાઓ સામે પનાસ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!