પ્રસંગ- 31 : સને ૧૯૬ માં શ્રી ઈશ્વરભાઈ દાજીના ધામગમન નિમિત્તે અટલાદરામાં પારાયણનું આયોજન કરવામાં આવેલું.

તેમાં તા.૩/૮થી સતત ૧૧ દિવસ સુધી સ્વામીશ્રીએ શ્રીહરિલીલાકલ્પતરુ ગ્રંથની પારાયણનો લાભ આપ્યો હતો.
અટલાદરામાં પારાયણની પૂર્ણાહુતિ બાદ તા. ૧૭/૮ની સાંજે સ્વામીશ્રીએ વિદાય લીધી. રસ્તામાં અડાસ, આણંદ, નડિયાદ, ડભાણ, ખેડાને લાભ આપીને રાત્રે સાડા બાર વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યા.
અહીં આવેલા મહીજડાના અંબાલાલભાઈને સ્વામીશ્રીએ પૂછયું : “ખેતી કેમ ચાલે છે?” ‘સ્વામી! ડાંગરમાં કાંઈ બરકત નથી. મૂળમાં જ જીવાત પડી છે.’ અંબાલાલભાઈએ જણાવ્યું.
આ સાંભળી સ્વામીશ્રી તેઓને યોગીજી મહારાજ પાસે લઈ ગયા અને અંબાલાલભાઈની તકલીફની વિગતવાર વાત કરી.
તે સાંભળી યોગીજી મહારાજે કહ્યું : ‘અમે આજે ગોંડલ જવાના છીએ. દેરીએ પ્રાર્થના કરીશું. પાક સારો થઈ જશે. ચિંતા કરશો નહીં.”
આ આશીર્વાદથી અંબાલાલભાઈ રાજી થઈ ગયા. બીજે દિવસે તેમણે ખેતરમાં જઈને જોયું તો ડાંગરનાં પાન ફૂટવા માંડ્યાં હતાં અને જ્યાં એક મણ પાક ઊતરેએમ નહોતો ત્યાં એક-એક વીઘામાં ચાલીસથી પચાસ મણ ડાંગરનો ફાલ ઊતર્યો.
પણ અહીં મજાની વાત એ ફૂલી-ફાલી જોવા મળે છે કે અંબાલાલભાઈએ સ્વામીશ્રીને મુશ્કેલીની વાત કરી તો સ્વામીશ્રી તેઓને યોગીજી મહારાજ પાસે લઈ ગયા.
યોગીજી મહારાજ પાસે વાત થઈ તો તેઓએ સીધું ઢોળ્યું અક્ષર દેરી પ૨! સર્વતંત્ર-સ્વતંત્ર હોવા છતાં સદા ગુરુ અને ભગવાનના પરતંત્ર થઈને રહેવામાં જ આ સત્પરુષોની મોટપનું દર્શન થાય છે.
વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.