સૌરાષ્ટ્રમાં આ ગામોમાં 12 ઇંચ વરસાદ ખાબકતા, ગામો ફેરવાયા બેટમાં..ખેડૂતો ખાસ વાંચે..!!

0
136

ગુજરાત રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. દરેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલ દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો રહેવાને કારણે શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. જૂન મહિનામાં ઓછા વરસાદને કારણે જુલાઈમાં ખૂબ જ સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 8મી જુલાઈએ સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે. હાલમાં લો-પ્રેશર ની સિસ્ટમ સક્રિય થવાને કારણે કચ્છ જિલ્લામાં ખૂબ જ સારા વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે પરંતુ આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં શહેરોમાં રસ્તાઓ ઉપર નદીઓ વહેતી કરી દીધી છે. ગામડાઓમાં બંને કાંઠે નદીઓ વહેતી થઈ ગઈ છે. જેને કારણે નીચાણવાળા ગામડાઓમાં પાણી ઘસી ગયા છે. હજુ આગામી 9 જુલાઈએ ઓરિસ્સામાં નવી લો-પ્રેસરની સિસ્ટમ રચાતા મધ્યમથી ભારે વરસાદ ગુજરાતમાં પડશે.

મધ્યપ્રદેશથી ઉત્તર ગુજરાત તરફ આવી રહેલી લો-પ્રેસરની સિસ્ટમના વાદળો કચ્છ તરફ ખેંચાઈ જવાને કારણે કચ્છ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદની આગાહી રહી છે. હાલમાં ઘણા બધા વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 157 mm વરસાદ થયો છે અને સૌરાષ્ટ્રમાં 128 mm વરસાદ થયો છે.

આમ દરેક વિસ્તારોમાં સારા વરસાદને કારણે લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ખૂબ જ ભારે વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલમાં સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ વધી રહ્યો છે. જેમાં ભાવનગરમાં અધિક ભારે વરસાદ વરસી ગયો છે.

ભાવનગર જિલ્લામાં 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી ગંભીર અસર સર્જાઈ ગઈ છે. તેને કારણે સરકારે NDRFની ટીમને પણ ભાવનગરમાં અગાઉથી જ મૂકી દીધી હતી. જેને કારણે સ્થાનિક લોકોની બચાવી શકાય અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી ચુક્યો હતો જેને કારણે રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ ગઈ હતી.

સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારા વરસાદને કારણે જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ રહ્યો છે. જુનાગઢના માંગરોળ વિસ્તારમાં એક સાથે 12 ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરો પણ ધોવાઈ ગયા હતા ખેડૂતોમાં ખૂબ વરસાદને કારણે મોટી આફતો જોવા મળી રહી છે.

વરસાદી માહોલને કારણે પોરબંદર જિલ્લાના દરિયા કિનારે પણ ભારે કરંટ જોવા મળી રહ્યો હતો. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે તોફાની બન્યો હતો. વાતાવરણમાં અચાનક જ લો પ્રેસરની સિસ્ટમને કારણે પલટો જોવા મળી રહ્યો હતો. દરિયો તોફાની બનતા ઓછા મોજા ઉછળી રહ્યા હતા. 7 થી 8 ફૂટ જેટલા ઉચા મજા ઉછળતા હતા.

ઉછાળવાને કારણે દરિયાકાંઠાનું પાણી શહેરોમાં ઘૂસી ગયા છે. દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારા વરસાદને કારણે દરેક વિસ્તારોમાં ચારેકોર પાણી-પાણી જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, પોરબંદર જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, સુરત જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ રહ્યો છે. આગામી સમયમાં કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાના એંધાણો હવામાન શાસ્ત્રીઓને દેખાઈ રહ્યા છે.

હવામાન વિભાગની આગાહીના પગલે દરેક જિલ્લાઓમાં આગાહી મુજબ વરસાદ સારો વરસી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. સારો વરસાદ પડતા જેને કારણે કેટલાક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. અને શહેરીજનોમાં લોકોને ધંધાની જવા માટે પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પોતાના ખેતરમાં પણ જઈ શકાય તેમ નથી. આમ, ગુજરાતમાં એકંદરે ચોમાસું ખૂબ જ સારું રહ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here