બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ અને ભારતીય પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા કોલકાતાના વુડલેન્ડ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. સૂત્રો દ્વારા ખબર પડી છે કે ત્યાં તેમની એન્જીઓપ્લાસ્ટી સર્જરી થશે.
સવારે જિમમાં ચક્કર આવતા હોસ્પિટલ ગયા હતા દાદા.
ક્રિકેટ જર્નાલિસ્ટ અને ગાંગુલીના મિત્ર બોરિયા મજુમદારે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, ગાંગુલીને જિમમાં ચક્કર આવ્યા હતા. તે પછી તેઓ વુડલેન્ડ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયા હતા. જ્યાં ખબર પડી કે હાર્ટ એટેક આવ્યો હતો. અત્યારે ડોકટર સરોજ મંદોલની આગેવાની ત્રણ ડોકટર્સની ટીમ તેમની સારવાર કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીની જાણકારીઓ માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..