પ્રસંગ-46: સ્વામીશ્રીનું આગવું પાસું હતું – સેવામાં માનવીય અભિગમ. તેઓએ ક્યારેય મજૂરને પણ યંત્રની જેમ જોયો નહોતો. તેથી સેવા કરનાર સૌનું ધ્યાન પણ એટલું જ રાખતા. સૌને એટલા પ્રેમથી રાખે, જમાડે, એવા હેતપૂર્વક નામ દઈને બોલાવે કે ગમે એવો થાક હોય એ પણ ઊતરી જાય. આ સેવામાં પણ અડધી રાત્રે સૌને ગરમાગરમ સુખડી અને ગાંઠિયા પીરસવા જાતે આવે.
‘To command is to serve, nothing more, nothing less.” બીજાને દોરવા એટલે બીજાની સેવા કરવી. એથી અધિક-ઓછું કાંઈ નહીં. નેતૃત્વનો આ સિદ્ધાંત સ્વામીશ્રી પચાવીને બેઠેલા.
વળી, તેઓનો આગ્રહ એવો કે સુખડી અને ગાંઠિયા રાત્રે તાજા જ બનાવવાના. તેથી સેવકો પાસે તેને બનાવડાવે. સેવક ઘનશ્યામપ્રસાદ સ્વામી તે વખતે શિખાઉં. તેથી સુખડી બનાવતાં પણ સ્વામીશ્રી શીખવે : “પહેલાં ઘી નાખવું. લોટ બરાબર શેકાઈ જાય પછી ગોળ નાખવો. બરાબર રંગ આવવો જોઈએ.
કાચું ન રહે તે ખાસ જોવું… પછી ચોકીમાં ઠારી દેવું.’ એમ કહેતાં સામે ઊભા રહીને નાસ્તો બનાવડાવે. નાસ્તો તૈયાર થઈ જાય પછી જાતે ઉપાડીને સ્વયંસેવકો પાસે લઈ જાય. તેઓની આ કાળજી જ સૌને તાજા કરી દેવા પૂરતી થઈ રહેતી. નાસ્તાની વાત તો પછી આવતી.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો