સાયકલ ચાલકને બચાવવા 2 કાર ચાલકે પોતાના જીવ જોખમમાં મુક્યા પછી સર્જાયો ગમખ્વાર અકસ્માત..વાંચો..!!

0
132

છેલ્લા કેટલાક દિવસોની જો વાત કરવામાં આવે તો અકસ્માતો ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. અને ઘણી વખત આખા પરિવારને ખૂબ મોટું દુઃખ સહન કરવું પડે છે. અકસ્માતમાં ક્યારે લોકોનું મૃત્યુ થઈ જાય છે તે કોઈ કહી શકાતું નથી. અને થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે અવારનવાર રસ્તાઓ પર અકસ્માતો થઈ રહ્યા છે.

ક્યારેક મોટા વાહનો વચ્ચે થાય છે તો ક્યારેક નાના વાહનો સાથે મોટા વાહનો અથડાઈને ખૂબ જ ભયાનક એવું અકસ્માત સર્જાઇ જાય છે. આવી જ એક અકસ્માતની ચોંકાવનારી ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરના પૂર્વ રીવરફન્ટ પાસે આકસ્માતની ઘટના બની હતી.

અકસ્માત 2 કાર વચ્ચે બન્યો હતો. આ અકસ્માતની કારણ જાણીને તમે પણ ચોંકી જશો આજકાલ લોકો પોતાનાથી બીજાને બચાવે તેવું ક્યાંક જ જોયું છે. અચાનક જ એક કાર ચાલકની સામે સાઈકલ ચાલક આવી ગયો હતો. અને તેને બચાવવા જતાં કાર ચાલકે પોતાની ગાડીની બ્રેક મારતા ગાડી પલટી મારી ગઇ હતી.

ગાંધીબ્રિજ એક રિવરફન્ટના રસ્તા ઉપર એક કાર ચાલક પોતાની કાર લઇને જતો હતો. અને ત્યારે અચાનક જ રસ્તા ઉપર કાર ચાલકને આડો સાયકલ ચાલક આવી ગયો હતો. જેના કારણે કાર ચાલકને ઇમર્જન્સીની બ્રેક લગાવી પડી હતી. અને જો કાર ચાલક ન બ્રેક મારે તો કાર સાઈકલ ચાલક પર ચડી જાય તેમ હતી. તે માટે કાર ચાલકે અચાનક બ્રેક મારતા કાર ફંટાઈ ગઈ હતી.

અને ઉછળીને પલટી ખાઈ ગઈ હતી. પલટી ખાતા આ કાર બીજી કાર સાથે અથડાઈ જવાને કારણે બીજી કાર પણ પલટી ખાઈ ગઈ હતી. અને કાર ચાલકે કારને બ્રેક મારી હતી તે માટે સ્પીડ ઓછી થઈ હતી. તેને કારણે બીજી ગાડીને ઓછુ નુકશાન થયું હતું. તે માટે બીજી કર ચાલકને ઓછી ઈજા થઇ હશે તેને સામાન્ય ઇજા થઇ હોય તેવું સ્થાનિક લોકોએ કહ્યું હતું.

કારના અથડાવાને કારણે ખૂબ જ મોટો અકસ્માત સર્જાઈ ગયો હતો. બંને કારને ભટકાતા એક કારને ખૂબ જ સારું એવું નુકશાન થયું હતું. અને સાયકલ ચાલક અચાનક જ રોડના ડિવાઈડરને વચ્ચેથી ક્રોસ કરીને રસ્તા પર આડો પડયો  હતો. તેને કારણે કાર સવાર ડ્રાઈવરને અચાનક બ્રેક મારવી પડી હતી. તેને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

પરંતુ આ અકસ્માત થતાં સ્થાનિક લોકો તરત જ કાર પાસે પહોંચીને કાર ચાલકને બહારની કાઢવાની કોશિશ કરી હતી. કાર ચાલકને બહાર કાઢયા બાદ તેને સામાન્ય ઇજા થઇ હતી. તે માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને બીજા કાર ચાલકની કારને જ નુકસાન થયું હતું. તેમાં કોઈપણ લોકો ને ઈજા થઈ ન હતી.

અને આ દરમ્યાન અચાનક જ આ સાયકલ ચાલક રોડ ક્રોસ કરીને વચ્ચેથી રસ્તા પર પડયો હતો તે માટે સાયકલ ચાલક વિરુદ્ધ ટ્રાફિક પોલીસને ઇજાગ્રસ્ત કારચાલકે ફરિયાદ નોંધાવી હતી. અને આમ અચાનક જ જોત-જોતામાં અકસ્માત સર્જાઈ ગયો હતો. અને આમ જ લોકોના મોત થવા લાગ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here