ચાલુ સ્કુલ વાનમાં આગ લાગતા વિદ્યાર્થીઓ ધુમાડામાં ગૂંચવાયા, આગે વેગ પકડતા સર્જાઈ દુર્ઘટના. વાંચો..!

0
170

આજકાલના બનાવવા દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યા છે. એમાં પણ ગુજરાતના સૂરતમાં તો આગ પાછળ પડી ગઈ છે. થોડા થોડા દિવસના અંતરાલ માં એવા સમાચારો આવી બેસે છે કે, જેના પરિણામે સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બની જાય છે. કે સૌથી વધુ આગના બનાવ સુરતમાં જ શા માટે બને છે…?

હાલ સુરતમાં એક સ્કુલવાનમાં આગ લાગી છે. આ આ બનાવ બનતા જ વાલીઓ તેમજ શાળા સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ સુરતના અઠવાગેટ વિસ્તાર પાસે મહાવીર હોસ્પિટલ આવેલી છે. મહાવીર હોસ્પિટલ ના બાજુના રોડ પરથી એક પૂલ માં જઈ રહી હતી…

એ વખતે કારમાં અચાનક જ ધુમાડો નીકળતા આગ ફાટી નીકળી હતી. સ્કૂલ વાન ના માલીક આઈ.પી. લાકડાવાલાએ જણાવ્યું હતું કે હું સ્કૂલમાં ને રાંદેરથી મજુરાગેટ તરફ લઈ જઈ રહ્યો હતો. એ સમયે સરદાર બ્રિજ ઉતર્યા પછી મહાવીર હોસ્પિટલ પાસે પહોંચ્યો એ સમયે પાછળથી એક બાઈક વાળા એ બૂમાબૂમ કરીને જણાવ્યું હતું કે, તમે જલ્દી જ સ્કૂલમાં એ ઊભી રાખો…

કારણ કે તમારી વાનની ડીક્કી માંથી ધુમાડા નીકળી રહ્યા છે. વાહનો નો શોર એટલો બધો વધારે હતો કે વાહન માલિકને આ બૂમ સંભળાઈ નહોતી.. પરંતુ ત્યારબાદ તે વ્યક્તિએ નજીક આવીને કહ્યું એટલે વાહન માલિકે તરત જ વાનને સાઇડ ઉપર ઊભું રાખી દીધું હતું. તેમજ ઉતરીને જોયું તો તેમનું વાહન ધુમાડે બળી રહ્યું હતું.

તેઓએ તરત જ વાનની ડીકી ખોલીને ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો. અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. આ સમયે વાનના માલિક ને બચાવનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેઓ ડિપ્લોમા પ્રથમ વર્ષમાં સુરતની ગાંધી કોલેજ માં અભ્યાસ કરે છે. બ્રિજ પર ધુમાડા અને આગની જ્વાળા જોઇને તેઓએ વાહન માલિકને જાણ કરી હતી કે, તમારી વાનમાંથી આગ નીકળી રહી છે…

તેમજ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતા.  વાનના માલિક પાલિકાના વર્કશોપના નિવૃત કર્મચારી છે. અને તેઓ હાલ સ્કૂલવાન ચલાવે છે. આ બનાવમાં અન્ય કોઈ જાનહાની થઈ નથી. પરંતુ જાગૃત વિદ્યાર્થીઓની મદદથી વાહનના માલિક આઇ.પી. લાકડાવાલા ને બચાવી લેવામાં આવ્યા હતા…

તેમજ fire brigade પણ સમયસર પહોંચી ને તેના પર પાણીનો મારો ચલાવીને માં લાગેલી આગને ઠારી દેવામાં આવી છે. આ બનાવને પગલે સમગ્ર વાલીઓ અને વાહન ચાલકોમાં ખળભળાટ મચી ગયો છે. આ આગાઉ પણ સ્કુલના વાહનોમાં આગના ઘણા બનાવ સામે આવી ચુક્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here