પ્રમુખ પ્રસંગમ્ઃ- 27,સેવામાં આગળ અને સન્માનમાં પાછળ…

0
397

પ્રસંગ-27  : આ વર્ષે શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવ બાદ યોગીજી મહારાજની ૭૪મી જન્મજયંતી ઊજવવા સ્વામીશ્રી બોચાસણ પધારેલા.

જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે તા. ૨૭/પના રોજ ગામમાં ભવ્ય નગરયાત્રા નીકળી. તા. ૨૮/પની સવારે યોગીજી મહારાજનો જન્મોત્સવ આનંદ-ઉલ્લાસ સાથે ઊજવાયો.

આ જન્મોત્સવની સભામાં યોગીજી મહારાજનું પૂજન કરતાં મોટા સ્વામી તથા સ્વામીશ્રીએ મોટો સુંદરહાર યોગીજી મહારાજના કંઠમાં પહેરાવ્યો.

તે હાર યોગીજી મહારાજ સ્વામીશ્રીને જ પાછો પહેરાવવા જતા હતા, ત્યારે તેઓએ યોગીજી મહારાજને કહ્યું : ‘કોઠારીને પહેરાવો.’ એમ કહીને સ્વામીશ્રીએ બોચાસણ મંદિરના કોઠારી ભક્તિવલ્લભદાસ સ્વામીને બોલાવ્યા અને તેઓને હાર પહેરાવડાવ્યો.

સેવામાં આગળ અને સન્માનમાં પાછળ રહેવાની. સ્વામીશ્રીની જીવન-શૈલીનું વધુ એક દર્શન સૌને આજે થયું. બીજાને લાભ અપાવીને પોતાને જ લાભ મળ્યો હોય એટલા રાજી સ્વામીશ્રી થતા. તેઓને બીજાના ઉત્કર્ષમાં પોતાનો જ ઉત્કર્ષ જણાતો.

વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here