સગા 2 ભાઈઓના ખાડામાં ભરેલા પાણીમાં ડૂબી જતા થયા મોત, પરિવારમાં 2 કુળદીપકના એકસાથે મોત થતા માતમ છવાયો..!!

0
139

આજકાલ ઘણા બધા અકસ્માતો અણધારિયા બનવાને કારણે ઘણા બધા લોકોના જીવ જોખમમાં મુકાવા લાગ્યા છે. લોકો સાથે બનતી આકસ્મિક ઘટનાઓને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. અમુક ઘટનાઓમાં એક જ પરિવારના ઘણા બધા સભ્યોના મૃત્યુ થઈ જવાને કારણે પરિવારમાં માતમ છવાઈ જાય છે.

આવી જ એક આકસ્મિક ઘટના એક પરિવાર સાથે બનતા પરિવારના 2 દીકરાઓ માતા-પિતાએ ગુમાવવા પડ્યા હતા. આ ઘટના રાજકોટ શહેરમાં બની હતી. રાજકોટ શહેરમાં રહેતા પરિવારના બંને દીકરાઓ સાથે આ ઘટના બની હતી. રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકામાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો.

તેને કારણે રાજકોટના ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. લોકો આ પાણીને જોઈને નાહવા માટે આનંદી થઇ રહ્યા હતા. પરંતુ લોકો સાથે વરસાદને કારણે ઘણી આફતો પણ આવતી જોવા મળી રહી છે. આ પરિવારનું મૂળ વતન મધ્યપ્રદેશ હતું. પરંતુ પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા માટે રોજીરોટી મેળવવા માટે રાજકોટ શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં આવ્યું હતું.

પરિવારમાં માતા-પિતા અને બંને ભાઈઓ રહેતા હતા. બંને ભાઈઓ જુડવા જેવા જ દેખાતા હતા. તેમાંથી મોટાભાઈની ઉંમર 9 વર્ષની હતી. તેનું નામ અશ્વિન હતું. અને નાનાભાઈની ઉંમર 5 વર્ષની હતી. તેનું નામ અર્જુન હતું. માતા-પિતા અને બંને ભાઈઓ પરિવારમાં ખૂબ જ ખુશીથી રહેતા હતા. માતા-પિતા બાંધકામની સાઈટ પર કડિયા કામ કરતા હતા.

કડિયા કામ કરીને બંને દીકરાઓનું ગુજરાન ચલાવતા હતા. બંને દીકરાઓ સમાન દેખાતા હોવાને કારણે સાથે રમવા માટે જતા હતા. એક દિવસ તેઓ જીદ કરીને માતા-પિતા સાથે કામે ગયા હતા. કામે જતા સમયે બાંધકામની સાઈટ પર ખોદકામને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ભરાવાને કારણે ખાડામાં બંને બાળકો નાહવા માટે ગયા હતા.

માતા પિતાને જણાવ્યા વગર બંને બાળકો આ ખાડામાં નાહવા પડી ગયા હતા. માતા પિતા બાળકોને સાઇટ પર ન જોતા તેઓ બાળકને શોધવા માટે આસપાસ જોઈ રહ્યા હતા. તે સમયે ખાડામાં બાળકમાં બંને બાળકો ડૂબી જતા તેની લાશો ઉપર તરી આવી હતી. અને માતા પિતાને આ જાણ થતા માતા-પિતા ખાડા પાસે અન્ય કામદારો સાથે પહોંચ્યા હતા.

ખાડામાં બંને બાળકોની લાશોને જોઈને માતા-પિતા ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગયા હતા. તેઓને ખૂબ જ આઘાત લાગી ગયો હતો. બંને બાળકોના ખાડામાં ડૂબી જવાથી આ આઘાત પરિવાર સહન કરી શક્યો નહીં અને સાઇટ પર કામ કરતાં કામદારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આમ, અર્જુન અને અશ્વિનનું એક સાથે મૃત્યુ થઈ જવાને કારણે માતા-પિતા અને પરિવારમાં આઘાત છવાઈ ગયો હતો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here