હાલમાં સમાજમાં મારામારી અને .હ.ત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે લોકો એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે. નાની નાની વાતોમાં બીજા સાથે ઝઘડાઓ કરીને તેની .હ.ત્યા કરી નાખે છે. આવી અનેક ઘટનાઓ આપણે એક દિવસમાં બનતી જોઈ રહ્યા છીએ. લોકો મિલકતના નામે ઝઘડા કરી રહ્યા છે.
પોતાના અંગત સંબંધોને કારણે બીજા લોકો સાથે ઝઘડા કરીને મારામારી કરી રહ્યા હોય છે. પરિવારના લોકો જ એકબીજા સાથે મારામારી કરીને પોતાના ઘરના સભ્યોની જ .હ.ત્યા કરી નાખે છે. આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના છત્તીસગઢમાં બની હતી. છત્તીસગઢમાં જીવતારા ગામમાં એક વ્યક્તિ સાથે ગંભીર ઘટના બની હતી.
જીવતારા ગામમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં રીખીરામ શાહુ તેમના બંને પુત્રો અને તેમની પત્ની સાથે રહેતા હતા. પુત્રોની પુત્રવધુ પણ ઘરે આવી ગઈ હતી. તેમના પણ બાળકો હતા. રીખીરામ શાહુની ઉંમર 60 વર્ષની હતી. તેને બે પુત્રો હતા. મોટા પુત્રનું નામ દલેશ્વર હતું. અને નાના પુત્રનું નામ ચંદુ હતું.
બંને પુત્રોના પિતા ઘણા સમયથી દારૂ પીને નશામાં રહેતા હતા. તેઓ રોજે દારૂ અને ગાંજો પીને ઘરે આવીને ઘરના સભ્યો સાથે ઝઘડો કરી રહ્યા હતા. દારૂની ખૂબ જ ખોટી આદત લાગવાને કારણે તેઓ ઘરની બધી મિલકતો વેચી રહ્યા હતા. તેને કારણે રીખીરામના બંને પુત્રો ખૂબ જ ગુસ્સે થયા હતા. તેના પિતા બધી મિલકત જમીન વેચી રહ્યા હતા.
તે માટે અવારનવાર ઘરમાં ઝઘડાઓ થતા હતા. રીખીરામ નશાની હાલતમાં શું કરતો હતો. તે ખુદ પણ જાણતો ન હતો. તે માટે તેની પત્ની અને બંને પુત્રો ખૂબ જ કંટાળી ગયા હતા. એક દિવસ રીખીરામ ઘરે દારૂ પીને ગાંજાનો નશો કરીને આવ્યો હતો. તે સમયે તેણે પોતાની પત્ની સાથે ખૂબ જ ઝઘડો કર્યો હતો.
તે પોતાના બંને પુત્રોને મારવા જઈ રહ્યો હતો. તે સમયે ગામની બહાર લઈ જઈને બંને પુત્રોએ પોતાના પિતાની .હ.ત્યા કરી નાખી હતી. બંને પુત્ર પોતાના પિતાને રસ્તે જ મૂકીને ઘરે આવતા રહ્યા હતા. ત્યારબાદ ગામમાંથી પસાર થતા લોકોએ આ લાશને જોઈ હતી. તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ગામના લોકોનો કહેવું હતું કે રીખીરામ વર્તનથી સજ્જન હતા. તેઓને ગામમાં કોઈની સાથે ઝઘડો નહોતો. ફક્ત તે તેના પત્ની અને પુત્ર સાથે લડતો હતો. ત્યારબાદ પોલીસની પૂછપરછ ચાલી રહી હતી. આજકાલ દીકરા જ પોતાના પિતા સાથે મિલકતો માટે આવી ઘટના કરી રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!