શા માટે AAP ના તેજસ્વી નેતા વિજય સુવાળાની કરી અટકાયત જાણો ! સત્તા જવાના ડરથી…

0
242

પાટણી જિલ્લાના સમી તાલુકાના વેડ ગામે આમઆદમી પાર્ટી દ્વારા મંજૂરી વગર યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એક્ત્ર થયા હતા. મંજૂરી વગર યોજાયેલા આ કાર્યક્રમને લઇને સમી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને કોરોના ગાઇડલાઇન્સનો ભંગ બદલ વિજય સુવાળા સહિતના ઉપસ્થિત 15થી વધુ નેતાઓની અટકાયત કરી હતી.

પોલીસ દ્વારા ચાલુ કાર્યક્રમ દરમિયાન અટકાયત કરવામાં આવતાં થોડો સમય માટે માહોલ ગરમાયો હતો. જોકે વિજય સુવાળા અને ‘આપ’ના અન્ય હોદ્દેદારોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા અને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા.

હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઊમટી પડ્યા હતા : પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામે આમઆદમી પાર્ટીનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ નેતા વિજય સુવાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણી, જિલ્લા પ્રમુખ પ્રશાંત ચૌધરી, સમી તાલુકા પ્રમુખ મહેશ ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઊમટી પડ્યા હતા.

મંજૂરી વગર યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એક્ત્ર થતાં પોલીસ પહોંચી હતી અને કોરોના ગાઈડલાઇન્સનો ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર્યક્રમમાં ઉપસ્થિતિ પ્રદેશ નેતા વિજય સુવાળા સહિતના 15 હોદ્દેદારો-નેતાની અટકાયત કરી હતી.

પાટણમાં વધુ લોકોને જોડવા કાર્યક્રમ યોજાયો હતો : આમઆદમી પાર્ટી ગુજરાતમાં પોતાને વધુ મજબૂત બનાવવા માટે કાર્યક્રમો કરી રહી, જેમાં પાર્ટીના સ્થાનિક આગેવાનો અને પ્રદેશ નેતાઓ હાજર રહીને લોકોને પાર્ટી સાથે જોડી રહ્યા છે. સમીના વેડ ગામમાં પણ આવા જ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાનાં ગામડાંમાં પણ પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રકારનો કાર્યક્રમ યોજાઇ રહ્યો હતો. જોકે મંજૂરી વગરના કાર્યક્રમમાં પોલીસ પહોંચી હતી અને ઉપસ્થિત નેતાઓની અટકાયત કરતાં રાજકીય માહોલ ગરમાયો હતો.

AAP સાથે આવો અન્યાય શા માટે ? : હાલ કોરોના કાળમાં ઘણી બધી વાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામુહિક  કાર્યક્રમમાં ભાગ લઈને માસ્ક વગર નજરે ચડ્યા છે. તેમજ કોરોનાની તમામ ગાઈડલાઈન્સનો ભંગ કરતા પણ જોવા મળ્યા છે.તો આજ સુધી તેમની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કે દંડ વસુલવામાં નથી આવ્યો, જયારે આજે આમ આદમી પાર્ટીના નેતા એ લોકોને પાર્ટીમાં જોડવા માટે કાર્યક્રમ કર્યો તો સીધી અટકાયત ? આ કેટલું યોગ્ય !

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here