પાડોશી નરાધમની એકતરફી પ્રેમની ધાકધમકી અને હેરાનગતિએ 17 વર્ષીય દીકરીનો જીવ લીધો, અંતિમ ચિઠ્ઠી વાંચીને આંસુ આવી જશે..!

0
135

આજ કાલ સમાજમાં દીકરીઓ ઉપર અવારનવાર અત્યાચારો વધી રહ્યાં છે. ક્યાંક સોસાયટીઓમાં, ક્યાંક સ્કૂલોમાં તો ક્યારેક રસ્તામાં જ દીકરીઓ ઉપર આવા અત્યાચારો થાય છે. એક એવી ઘટના બની છે કે પડોશીઓ જ એટલો ત્રાસ આપે છે જેના કારણે દીકરી ત્રાસીને દુનિયામાંથી અલવિદા કરી દે છે. દીકરીના ઘરમાં તેના માતા-પિતા અને ભાઈને પણ ધમકી આપી હતી.

આ ઘટના બની છે, ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં નવદીપ સોસાયટીમાં રહેતી 17 વર્ષની દીકરીની. આ નવદીપ સોસાયટીમાં કિશોરીની બાજુમાં રહેતા જ પાડોશીના દીકરો આકાશ એના પર ખરાબ નજરે જોતો હતો અને તેની સાથે લગન કરવા દબાણ કરતો હતો. આ અંગેની જાણ કિશોરીની માતાને થઇ તો એની માતા ઠપકો આપવા ગઈ હતી.

ત્યારે આકાશે કીધું હતું હવે એ એવું નઈ કરે. તો પણ એ ખુબ ત્રાસ આપતા હતો. પાડોશી તેમના જ સમાજના ભરતભાઈ મકવાણા, તેમના પત્ની જયશ્રીબેન, અને તેમનો દીકરો આકાશ જે આ કિશોરીને હેરાન કરતો હતો. અને તે કિશોરીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. કિશોરીની માતાનું કહેવું છે કે કિશોરી 10 ધોરણ ભણીને ઉતરી ગઈ હતી.

આકાશ ત્યારથી એને હેરાન કરતો હતો અને આકાશના માતા-પિતાએ દીકરીના ઘરે આવીને લગ્ન કરવાનું દબાણ કર્યું હતું.અને કહ્યું હતું તમારી દીકરીને મારી દીકરા સાથે જ પરણાવી પડશે. પડોશીના આ ત્રાસથી દીકરીનેએ ઘર પણ ફેરવી નાખ્યું હતું. તો પણ આકાશ ત્યાં આંટા ફેરા મારતો દીકરીને હેરાન કરતો હતો. આ કારણે ઘરના લોકો ખુબ કંટાળી ગયા હતા.

એક દિવસ કિશોરીની માતા અને તેનો ભાઈ શાળાએ સર્ટિ લેવા માટે ગયા ત્યારે દીકરી ઘરે એકલી હતી. સવારના સમયમાં જ દીકરીએ ઘરમાં જ રૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને ગલેફાંસો ખાય લીધો. અને પોતાનો જીવ ગુમાવ્યો હતો.અને માતાને ઘરે આવ્યાબાદ તેને જાણ થઇ અને આ દીકરીના શોકથી માતા બેભાન થઇ ગઈ . ત્યારબાદ સોસાયટીના લોકો ભેગા થયાને તેના પિતાને જાણ કરી.

આ અંગેની જાણ પોલીસને કરી હતી હતી અને દીકરીની માતાનું કહેવું હતું કે આ પાડોશીના ત્રાસને કારણે જ મારી દીકરીએ જીવ ગુમાવ્યો છે તે લોકો ચેનથી જીવવા જ નહોતા દેતા મારી દીકરીને અને અમને પણ. આ ઘટનામાં દીકરી ની માતાએ પડોશીને એની વિરુધ્ધ ૪ લોકો સામે ફરીયાદ નોધાવી હતી. પોલીસ પોતાનું કામ કરી રહી છે એટલે હજુ કોઈ નિર્ણય આવ્યો નથી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here