લત્તા મંગેશકરની ઉંમર 92 વર્ષને પાર થઈ ગઈ હતી. તેમના સુરીલા આવાજ લાખો કરોડો લોકોના દિલમાં વસે છે. લત્તાજીને કોરોના થયા બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. થોડા દિવસો પહેલા લતાજી ઠીક થઇ ગયા હોવાના સમાચારો આવતા ચાહકોમાં ખુશી વ્યાપી હતી પરંતુ હવે ફરીથી ચિંતાજનક સમાચાર આવ્યા છે.
આ સમચાર આવતા જ લાખો કરોડો ચાહકોના દિલ બેસી ગયા છે. કારણ કે સવાર સવારમાં ખબર મળી છે કે પોતાના સુરીલા અવાજથી સમગ્ર દેશનું નામ વિશ્વમાં ગજવનાર લત્તા મંગેશકર હવે આપડી વચ્ચે નથી રહ્યા. આ સમચાર સાંભળતા જ આજે ભારતમાં રાષ્ટ્રવ્યાપી શોક જાહેર થઇ ગયો છે.
લત્તાજી ના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક ખાતે કરવામાં આવ્યા હતા. એ સમયે લતાજી અંતિમ દર્શન અને શ્રધાજલી આપવા માટે મોદીજી સહિતના અનેક નેતાઓ તેમજ શાહરૂખ અને અમિતાભ સહિતના કેટલાક હીરો હિરોઈન ત્યાં હાજર રહ્યા હતા. એ વખતે દરેક વ્યક્તિ વારાફરતી લતાજી ની પાસે જઈને તેઓના દર્શન કરતા હતા.
એ સમયે શાહરૂખ ખાન પણ પોતાની મેનેજર સાથે ત્યાં ગયા હતા અને ત્યારબાદ તેઓએ જે પ્રતિક્રિયા આપી હતી તે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. આ મુવમેન્ટને જોઈને લોકો કઈક ઊંધિયું બાફી રહ્યા છે. ગેરસમજણના કારણે લોકોમાં ભારે ચર્ચાઓ ઉમટી પડી છે કે શું શાહરૂખ ખાન લતાજીના પાર્થિવ દેહ પર થુંક્યો હતો કે શું….?
જેમાં શાહરૂખ ખાન દુઆ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાનની સાથે તેમની મેનેજર પૂજા પણ સાથે જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે આ ફોટાને જોઈને ઘણા લોકોને લાગી રહ્યું છે કે, શાહરૂખ ખાનની સાથે જે છોકરી ઊભી રહી છે તે તેમની પત્ની ગૌરી ખાન છે. પરતું એ તેમની મેનેજર છે.
શાહરૂખ ખાને લતા દીદીના પાર્થિવ શરીરની સામે ઊભા રહીને દુઆ પઢી હતી. અને તેમની સાથે સાથે ઉભા રહીને તેમની મેનેજર પૂજાએ પણ આ જોડીને પ્રાર્થના કરી હતી એને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શાહરૂખ ખાને બંને હાથ આગળ કરીને દુઆ પઢયા પછી, તેમના શરીરે થી માસ્ક હટાવી ને, ફૂંક મારી હતી.
શાહરૂખ ખાન લતાજી ની પરિક્રમા કરીને તેમને પગે પણ લાગ્યો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં લોકો દાવો કરી રહ્યા હતા કે શાહરૂખ ખાન લતાજીના પાર્થિવ શરીર પર થૂંક્યો હતો. પરતું આ વાત બિલકુલ ખોટી છે.. હકીકતમાં શાહરૂખ ખાને ફૂંક મારી હતી.
What’s the obsession of M with spitting?
Was Srk spitting ! pic.twitter.com/DXSXjQd57j
— Hardik (@Humor_Silly) February 6, 2022
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!