ઠંડીની સિઝન આવતા જ બજારમાં શિંગોડા વેચાવાનું શરૂ થઈ જાય છે. શું આપ જાણો છો કે, શિંગોડામાં શરીરને ફાયદો પહોંચાડનાર કેટલાય ઔષધીય ગુણ હોય છે. જે શરીરને બિમારીઓથી બચાવાનું કામ કરે છે. તેમાં કેલ્શિયમ, વિટામીન બી6, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા ગુણકારી ત્તત્વો હોય છે. ઘણા બધા લોકો તેને પીસીને લોટ પણ બનાવે છે. તો આવે જાણીએ શિંગોડાના જબરદસ્ત ફાયદા વિશે…
અસ્થમાના રોગી જેમને શ્વાસ લેવામાં વધારે તકલીફ થાય છે, તેમના માટે શિંગોડા ખૂબ જ ફાયદાકારક છે. ડોક્ટર્સ કહે છે કે, શિંગોડા નિયમીત રીતે ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓમાં આરામ મળે છે.
કેલ્શિયમથી ભરપૂર શિંગોડા આપના હાડકામાં પ્રાણ પૂરવાનું કામ કરે છે. આગળ જતાં તેમા ઓસ્ટોપરોસિસ અથવા આર્થરાઈટિસની તકલીફ પણ નહીં થાય. હાડકા ઉપરાંત તે આપના દાંત અને આંખો માટે પણ ફાયદાકારક છે.
ગર્ભવતી મહિલાઓની તબિયત માટે શિંગોડા ખૂબ જ સારા માનવામાં આવે છે. શિશુ અને માતાની તબિયત માટે ખૂબ જ સારા છે. તેનાથી પીરિયડ્સ અને ગર્ભપાત બંને સમસ્યામાંથી રાહત મળે છે.
શરીરના બ્લડ સર્કુલેશન માટે શિંગોડા સારા માનવામાં આવે છે. યુરીનથી જોડાયેલ રોગ માટે તેનાથી ચમત્કારિત ફાયદા થાય છે. જે થાઈરોઈડ જેવી બિમારીઓમાં રામબાણ સાબિત થઈ શકે છે.
શિંગોડા ફાટેલી એડીઓને પણ ઠીક કરે છે. શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો કે સોજો હોય તો તેનાથી રાહત માટે તેની પેસ્ટ બનાવીને તે જગ્યાએ લગાવી શકાય છે.
શિંગોડામાં આયોડીન ભરપૂર માત્રા હોય છે, તેનાથી ગળા સંબંધી રોગથી રક્ષણ મળે છે. આ ઉપરાંત તેમા મળતા પોલિફેનલ્સ અને ફ્લેવોનોય઼ડ જેવા એન્ટી ઓક્સિડેંટ એન્ટી વાયરલ, એન્ટી બેક્ટીરિયલ, એન્ટી કેંન્સર અને એન્ટી ફંગલ ફૂડ માનવામાં આવે છે
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!