શીતળા માતાની વ્રત કથા અને તેની પૂજા વિધિ, આ વ્રત કરવાથી થતા લાભ

0
274

પહેલાના સમય માં જયારે બાળકોના શરીર પર માતા નીકળતી એટલેકે નાના નાના દાન આખા શરીર પર નીકળતા ત્યારે આપણા વડીલો તેને માં શીતળાનો પ્રકોપ માનતા હતા. તેથી માં શીતલને શાંત અને પ્રસન્ન રાખવા માટે આ વ્રત કરવામાં આવતું હતું. આ વ્રત કરવાથી મહિલાઓને પુત્રની પ્રાપ્તિ થાય છે અને તે સ્વસ્થ પણ રહે છે.

  • શીતળા માતાની પૂજા કેવી રીતે કરવી:-
  • શીતળા સાતમના દિવસે શીતળા માંતાની પૂજા કરવી.
  • -આ દિવસે કોઈ પણ ગરમ વસ્તુનું સેવન ના કરવું જોઈએ.
  • -વ્રતના દિવસે સ્નાન પણ ઠંડા પાણી થી કરવું જોઈએ.
  • -અને ભોજન માં પણ ઠંડુ જ ખાવાનું હોય છે.
  • -આ દિવસે લોકો આગલા દિવસે બનાવેલું વાસી ભોજન ખાય છે.
  • -શીતળા સાતમના દિવસે લોકો ચૂલો નથી પ્રગટાવતા

શીતળા માતાની કથા : શીતળા માતાના વ્રતની કથા અનુસાર એક સમય ની વાત છે, એક બ્રાહ્મણને સાત દીકરા હતા એ દરેકના લગ્ન થઇ ગયા હતા, તેના એક પણ પુત્રને કોઈ સંતાન ના હતું. એક વૃદ્ધ માતાએ એ બ્રાહ્મણીને શીતળા માતાનું વ્રત કરવા કહ્યું અને પૂરી શ્રદ્ધા થી વ્રત કરવાથી તેને સંતાન પ્રાપ્તિ થઇ.

એક વાર બ્રાહ્મણીએ વ્રતના નિયમોનું પાલન ના કર્યું વ્રતના દિવસે ગરમ પાણીથી સ્નાન કર્યું અને ગરમ ભોજન પણ ખાઈ લીધું અને વ્રત દરમિયાન જણાવેલા નિયમોનું પાલન ના કર્યું. એ જ રાત્રે બ્રાહ્મણીને ભયાનક સ્વપ્ન આવ્યું.

તેને સપનામાં દેખાયું કે તેના ઘરના દરેક લોકો મૃત્યુ પામ્યા અને તેના પાડોશીએ તેને કહ્યું આ બધું માં શીતળાના પ્રકોપથી થયેલ છે. એ સાંભળીને બ્રાહ્મણી વિલાપ કરવા લાગી. અને તે રડતા રડતા જંગલ બાજુ ચાલી ગઈ. જંગલમાં તેને એક વૃદ્ધ સ્ત્રી મળી એ અગ્નિની જ્વાળા માં તડપી રહી હતી. એ સ્ત્રીએ અગ્નિની જલન દુર કરવા માટે તેને માટીના વાસણ માં દહીં લઇ લેપ કરવા કહ્યું. તેનાથી તેની બળતરા શાંત થઇ જશે અને રાહત થશે.

આ સાંભળી બ્રાહ્મણીને પોતાના કરેલા પર ખુબજ પશ્ચ્યાતાપ થયો તેને માતા પાસે માફી માંગી અને પોતાના પરિવારના સદસ્યોને જીવિત કરવા વિનંતી કરી અને માતાએ ખુશ થઇ આશીર્વાદ આપ્યા અને તેના પરિવારના લોકો જીવિત થયા એ દિવસથી આ વ્રત સંતાનની કામના માટે કરવામાં આવે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here