શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખવા ખાવો ખજૂર, જાણો તેના 10 ફાયદા…

0
122

ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને શિયાળામાં શરીરને તેના બમણો લાભ મળે છે. તેમાં આયર્ન, મિનરલ્સ, કેલ્શિયમ, એમિનો એસિડ, ફોસ્ફરસ અને વિટામિન્સ હોવાથી તેને અજાયબી ફળ પણ કહેવામાં આવે છે. કેટલાક લોકો તાજી ખજૂર ખાવાનું પસંદ કરે છે તો કેટલાક તેને દૂધ સાથે શેક બનાવીને પીવે છે. આવો આજે અમે તમને જણાવીએ કે ઠંડીની ઋતુમાં ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

કેન્સર-હૃદય રોગથી બચાવ : ખજૂર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો ભંડાર છે. તે ડાયાબિટીસમાં મદદરૂપ હોવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. તેમાં કોલેસ્ટ્રોલ હોતું નથી અને એક ખજૂર 23 કેલરી આપે છે. આ સાથે, તે સેલ ડેમેજ, કેન્સર અને હૃદય સંબંધિત સમસ્યાઓને રોકવામાં પણ ખૂબ અસરકારક છે.

શરીરને ગરમ રાખે છે : ખજૂરમાં ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન્સ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં ખજૂર ખાવી ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં ગરમી ઉત્પન્ન કરવાની સાથે એનર્જી પણ આપે છે.

હાડકાં મજબૂત : વધતી જતી ઉંમર સાથે હાડકાંને મજબૂત બનાવતા કોષોને નુકસાન થતું રહે છે. હાડકાંને મજબૂત બનાવવામાં ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરમાં મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

સ્કિનને વધુ સરસ બનાવશે : ખજૂરનું સેવન સ્કિન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે અને ચહેરાને કોમળ બનાવે છે. ખજૂરમાં એન્ટી એંજીનગ ગુણધર્મો આવેલા હોય છે. એટલે જ ખજૂરના સેવનથી જલ્દી વૃદ્ધપણું જોવા મળતું નથી.

અસ્થમાથી આપશે રાહત : અસ્થમા એક મોટી ઘાતક બીમારી છે. અસ્થમાથી પીડાતા દર્દીઓને શિયાળામાં શ્વાસ સંબંધી અનેક બીમારીઓ થાય છે. દરરોજ સવારે અને સાંજે 2થી 3 ખજૂર ખાવાથી અસ્થમાના દર્દીઓને આરામ મળે છે.

પાચનક્રિયા સુધારવામાં અસરકારક : ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. તેના સેવનથી પાચનક્રિયા સારી રહે છે. આ સાથે એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. દરરોજ સવારે ખાલી પેટ ખજૂરનું સેવન કરવાથી એસિડિટીથી રાહત મળે છે.

નર્વસ સિસ્ટમ સુધારે છે : ખજૂરમાં પોટેશિયમ અને થોડી માત્રામાં સોડિયમ હોય છે. આ બંને શરીરની નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો કરે છે. વધુમાં, પોટેશિયમ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આ ઉપરાંત ખજૂરના સેવનથી સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થાય છે.

શરદીમાં ખૂબ ફાયદાકારક : શરદીની સમસ્યાથી પરેશાન થવા લાગે તો 2-3 ખજૂર, કાળા મરી અને એલચીને પાણીમાં ઉકાળો. સૂતા પહેલા આ પાણી પીવો. તેનાથી ઉધરસ અને શરદીમાં રાહત મળશે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે : ખજૂરમાં હાજર મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને વધતું અટકાવે છે. દરરોજ 5-6 ખજૂરનું સેવન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે.

કબજિયાત દૂર કરે છે : ખજૂરમાં ફાઈબર મળી આવે છે. જે કબજિયાતની બીમારીને દૂર કરે છે. આ માટે થોડી ખજૂરને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને તે ખજૂરને પીસીને શેક બનાવીને ખાલી પેટ પીવો. આનાથી કબજિયાતની સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here