લ્યો બોલો! શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આફત, જાણો કયાં પડશે વરસાદ..!

0
90

રાજ્યમાં હાલ શિયાળાની ઠંડી વચ્ચે વિવિધ સ્થળો પર કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગુજરાતના બનાસકાંઠાના દિયોદર અને લાખાણી પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. વહેલી સવારે પડેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો માવઠાના કારણે શિયાળુ પાકમાં નુકસાનીની ભીતિ છે.

રાજ્યના છેલ્લા દસ દિવસથી ઠંડી પડી રહી છે. તેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે તેથી લોકો ઠંડી માંથી ક્યારે રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજી આગામી 24 કલાક સમય દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ ઠંડીમાંથી રાહત મળશે પરંતુ ખેડૂતો માટે માતા સમાચાર છે.

કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફુકાઈ રહ્યા છે અને કડકડતી ઠંડી પડી રહી છે. કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે.

જ્યારે રાજકોટ પોરબંદર જુનાગઢમાં કોલ્ડ વેની આગાહી કરી છે. 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે ઠંડીમાંથી આંશિક રાહત મળશે. જ્યારે 24 કલાક બાદ રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે.

ઠંડીમાંથી રાહત મળી જશે, પરંતુ બીજી તરફ વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેના કારણે વાદળ છાયું વાતાવરણ રહેશે. તેમજ અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં સૌથી ઠંડું શહેર નલિયાનું થયું છે, તાપમાન 2.6 ડિગ્રી નોંધાયું છે. ચાલુ વર્ષે નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે નલિયાનું લઘુત્તમ તાપમાન આજે પણ 2.6 ડિગ્રી નોંધાયુ છે જેથી છેલ્લા નવ વર્ષનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

છેલ્લા નવ વર્ષમાં નલિયામાં 2.6 ડિગ્રીથી તાપમાન નીચું ગયું નથી. આ સાથે સાથે પાટણનું લઘુતમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું છે. પોરબંદર અને રાજકોટનું લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી પર પહોંચ્યું છે. ડાંગનું લઘુમત તાપમાન 10.2 ડીગ્રી નોંધાયું છે.

અમદાવાદનું લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 7.7 ડીગ્રી નોંધાયું છે.  જ્યારે ભાવનગરનું લઘુતમ તાપમાન 11.6 ડીગ્રી નોંધાયું છે. આ સાથે સાથે અન્ય શહેરનું તાપમાન પણ ગગળતા ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here