આજે આપણે વાત કરવના છીએ ભગવાન શ્રીકૃષ્ણની અને મહાન પ્રતાપી બર્બરીકની. બર્બરીક મહા બળવાન ભીમના પૌત્ર છે અને ઘટોત્કચ્છના પુત્ર છે. બહુ ઓછા લોકો આ શુરવીર ને જાણતા હશે.. કારણ કે મહાભારતના સન્ક્ષિપ્ત આધ્યાયોમાં તેનો ઉલ્લેખ બહુ ઓછો થયેલો પરંતુ મહાભારતની કહાની આ મહાન શુરવીર વગર અધુરી છે.
મહાન બર્બરીક કામાખ્યાદેવીના મહાન ભક્ત હોય છે. બર્બરીકમાં પિતા ઘટોત્કચ્છ અને દાદા ભીમની મહાન શક્તિઓં ,ધેર્ય અને સાહસ જોવા મળતા હતા. તેમણે બહુ કઠીન તપસ્યા કરેલી અને કામાખ્યાદેવીની પ્રાથના કરી ત્યારે દેવીએ પ્રગટ થઇને તેમને ૩ શક્તીમંત્ર આપ્યા, આ ૩ શક્તીમંત્ર અદભુત હોય છે. આ શક્તિ જેની પાસે હોય તેમનો યુદ્ધમાં વિજય પાક્કો થાય જાય છે. એવું માનવામાં આવે છે. અને બર્બરિક તેની પાસે હંમેશા ત્રણ તીર જ રાખતા હતા કારણ કે તે આ ત્રણ તીરથી પણ કોઈ પણ યુદ્ધ જીતવા સક્ષમ હતા.
પાંડવોને ખબર પડે છે કે બર્બરિક સેનામાં આવી ગયો છે તેથી પાંડવોમાં હર્ષનો માહોલ સવાય ગયો હોય છે, તે માનતા હતા કે હવે આપડો યુદ્ધ માં વિજય પાક્કો છે. વાત ત્યાં સુધી સાચી હતી કારણ કે બર્બરીકને હરાવવો મુશ્કેલ હતો કેમ કે જ્યાં સુધી તેના હાથમાં હથિયાર રહેતા હતા ત્યાં સુધી તેને કોઈ હરાવી શકતું નહિ એવું તેની પાસે વરદાન હતું. પાંડવો આ વાતને લઈને ખુશ હતા કેમકે, તેને આ વરદાનની ખબર હતી પણ, આ બાબત હજુ બીજી બાજુ પણ ધરાવતું હતું તેની પાંડવોને ખબર ના હતી.
જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને ખબર પડી કે બર્બરીક પાંડવોની સેનામાં આવી ગયો છે, ત્યારે તે એટલા પ્રસન્ન ના થયા. તેમની અપ્રસન્ન તા જોઈને યુધિષ્ઠિર તેમજ અર્જુને પુછ્યું કે બર્બરીકના આવવાથી આપ શાને અપ્રસન્ન જણાઈ રહ્યા છો? ભગવાન શ્રીકૃષ્ણ બધું જ જનતા હતા એટલે તેમને કહ્યું કે, બર્બરીક મહાન યોદ્ધો તો છે જ, તે પાંડવ પક્ષ કમજોર હોવાથી યુદ્ધ તો કરશે.
પણ બર્બરિક તેણે આપેલા વચનને કારણે જયારે સાંજ થાય ત્યારે યુદ્ધ બંધ થશે અને બીજા દિવસે જયારે યુદ્ધ શરુ થશે ત્યારે તેને જણાશે કે, પાંડવો કરતા અત્યારે કૌરવોની સેના નબળી ગઈ છે તો તે કૌરવોના પક્ષ તરફથી આપની સામે પણ યુદ્ધ કરશે…કારણ કે તેને આપેલું વચન એમ છે કે જે પક્ષ નબળો હશે તેના તરફથી યુદ્ધ કરવું પછી ભલે તે અધર્મ હોય કે, ધર્મ હોય પણ બર્બરિક યુદ્ધ તો નબળા પક્ષ તરફથી જ કરશે..
બીજી રીતે કહીએ તો બર્બરિક પહેલા દિવસે જ કૌરવોના એટલા બધા સૈનિકોનો વધ કરશે કે કૌરવોનો પક્ષ કમજોર થઇ જશે. અને તે પછીના દિવસે તે ફરી કૌરવોની સેના તરફ થી યુદ્ધ કરશે અને પાંડવોની હતો સેના પર આક્રમણ કરશે જો આવી જ રીતે ચાલે તો તેની સામે વાળી સેના કમજોર કરી અને ફરી તેની સામે તરફ રહીને તેની સામેવાલી સેના કમજોર કરે,આવું ત્યાં સુધી ચાલતું રહે સુધી બર્બરીક સિવાય યુદ્ધ માં કોઈ જીવિત ના રહ્યું હોય.
આ વાત બહુ મુશ્કેલી ભરેલી લાગતી હતે પરંતુ શ્રીકૃષ્ણે તેનો પણ ઉપાય શોધી કાઢ્યો હતો.શ્રીકૃષ્ણ ના ઉપાય પહેલા એક બીજી રોચક ઘટના તમને કહું મિત્રો, બર્બરીક જયારે પાંડવોના પક્ષમાં આવી ગયો હતો ત્યારે કૌરવોના પક્ષમાં હલચલ થઇ ગઈ દુર્યોધન પણ કાયર ના હતો તે બુદ્ધિશાળી, પ્રતાપી શુરવીર હતો. પરંતુ તેમના મામા શકુનીએ તેમની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતી.
મિત્રો એક એવી જ કપટ ભરેલો વિચાર લઈ ગાંધાર નરેશ શકુની ફરી દુર્યોધનની પાસે આવે છે અને દુર્યોધનને આશ્વાસન આપે છે અને કહે છે કે આ યુદ્ધ આપણે જરૂર જીતી શકીશું પરંતુ તે પહેલા બર્બરીકને આપણે રસ્તામાંથી દુર કરવો પડે, દુર્યોધન કહે છે કે હું કોઈના થી ડરતો નથી અને કોઈને હરાવવો મુશ્કેલ નથી પરંતુ શકુની તેમને સમજાવે છે કે બર્બરીક ને આપણે તેવી રીતે ન હરાવી શકીએ. અને શકુની દુર્યોધનને બર્બરીકની પૂરી વાત કહે છે.
અને ત્યારે શકુની એક યોજના ઘડે છે અને દુર્યોધનને કહે છે કે જયારે બર્બરી નિહથ્થો અને અચેતન હોય ત્યારે જ તેનો વધ કરી દેવામાં આવે, અને આ વાત કહી શકુનીએ દુર્યોધનને નાછુટકે આ કામ કરવા મજબુર કરી દીધો.પછીની સવારે જયારે બર્બરીક તપસ્યા કરતો હોય છે, શકુની, દુર્યોધન અને દુશાસન તેમનો વધ કરવાનો પ્રયત્ન કરે છે,
જયારે બર્બરીકને મારવા માટે તેમની ગદાથી બર્બરીક તરફ વાર કરે ત્યારેજ સામેની તરફથી એક તીર આવે છે અને ગદા ને દુર સુધી ફેકી દે છે, આ તીર બીજા કોઈનુ નહી પણ સૂર્યપુત્ર કર્ણનું હોઈ છે. કર્ણ દુર્યોધનને પાપમાં નાખતા બચાવી લે છે કે અને કહે છે કે મિત્ર તું એક ક્ષત્રિય છો, તું એક શુરવીર છે. તને આવી હરકતો શોભા નથી દેતી. આમ કહી કર્ણ સમજાવે છે. પછી આ કામ કરવા બદલ દુર્યોધનને પણ પસ્તાવો થાય છે.
શ્રીકૃષ્ણ પૂરી વાત પાંડવો સમજાવે છે, અને કહે છે કે, બર્બરીકને તે પોતે જ રોકશે. મિત્રો હવે બર્બરીકને રોકવાનો એક જ રસ્તો હોય છે અને એ રસ્તો હોય છે કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જ બર્બરિકનું મસ્તક પોતાના સુદર્શન ચક્રથી કાપી લે છે. કેમ કે જો આમ ના કરવામાં આવે તો મહાભારતના યુધ્ધમાં બર્બરિક જ પોતે બધાનો વધ કરી શકે એમ હતો. તેથી ભગવાન શ્રી કૃષ્ણ બર્બરીકનું મસ્તક ધડથી અલગ કરી દે છે
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!