ભગવાન જગન્નાથજીની રથયાત્રાના હવે માત્ર 4 જ દિવસ બાકી છે. ત્યારે કોરોનાના લીધે આજ સુધી નક્કી નોહતુ કે, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહી ? તો વાંચક મિત્રો આજે ઇન્ફો ગુજરાતની ટીમ તમારી સમક્ષ સરકારે રજુ કરેલા મહત્વના નિર્ણયને રજુ કરવા જી રહ્યા છીએ…
અમદાવાદમાં રથયાત્રાના આયોજન માટે ગુજરાત સરકારે તમામ મંજૂરીઓ આપી દીધી છે. આ નિર્ણય આવતાની સાથે જ કૃષ્ણ ભક્તોમાં ખુશીની લહેરો જોવા મળી છે. આ બાબતે ગુજરાતના હોમ મીનીસ્ટર પ્રદીપ સિંહ જાડેજા એ નિવેદન આપતા કહ્યું છે કે, રથયાત્રાના દરેક રુટ પર કર્ફ્યુંના અમલ સાથે ભવ્ય યાત્રા નીકળશે. કર્ફ્યુંનો ભંગ ન થાય તે માટે ગુજરાત પોલીસ કડક બંદોબસ્ત ગોઠવશે.
ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં તો આજેથી જ પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.રથયાત્રાના રુટ પરની તમામ દુકાનો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રેહશે તેમજ ઉચ્ચ વર્ગના અધિકારીઓની ખાસ નજર રેહશે.
અમદાવાદમાં ઠેર ઠેર બંદોબસ્ત : હવે રથયાત્રાને માત્ર 4 દિવસ જ બાકી છે ત્યારે અમદાવાદના નિજ મંદિર ખાતે તૈયારીઓ પુર ઝડપે ચાલી રહી છે. સરસપુરના રણછોડજી મંદિરે ભકતોની સંખ્યામાં મહત્વપૂર્ણ વધારો થઈ રહ્યો છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખવા માટે સરસપુરના આવવા જવાના દરેક માર્ગ પર , પોળના નાકા પર તેમજ રસ્તા પર ની દુકાનો પર પુરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
40 થી 80 મીટરના અંતરે પોલીસકર્મી હાજર : રથયાત્રાને પગલે બહારથી આવેલી પોલીસ હાલ જ સરસપુર ખાતે પહોચી છે. તેમજ સુરક્ષાના ભાગ રૂપે દર 40 થી 80 મીટરના અંતર વચ્ચે એક PSI અને બીજા 4 પોલીસકર્મીઓ ને તેહનાત કરવામાં આવ્યા છે.
પોલીસ વિભાગના અધિકારી અને કોન્સ્ટેબલને કામની ફાળવણી : કોરોનાકાળ ના લીધે આ વર્ષે રથયાત્રા નીકળવાના ચાન્સ ખુબ જ ઓછા હતા. તેવામાં અચાનક સરકારે મજુરી આપી દેતા હવે ભગવાન જગ્ગ્ન્નાથ સમગ્ર શહેરમાં દર્શન આપશે. ત્યારે દરેક પોલીસ અધિકારી અને કોન્ટેબલને સુરક્ષાણા કામોની ફાળવણી કરી દેવામાં આવી છે. 10 એસઆરપીની કંપનીને પણ તેહનાત કરી દેવામાં આવી છે.
દરેક પોલીસ સ્ટેશનમાંથી સુરક્ષાકર્મીને સેવાનો મોકો : અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાંથી 70 સુરક્ષાકર્મીઓ ને ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોતાની સેવા બજાવાનો અલગ લાહવો મળશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!