મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા કોરોનાની સમસ્યાના કારણે લોકોનુ બહાર ખાવાનુ તો જાણે સાવ બંધ જ થઈ ગયુ છે. તેમા પણ યુવાવર્ગ પોતોના મનપસંદ પિઝ્ઝા-બર્ગર વિના તો જાણે અધુરા થઈ ગયા હશે. ઘણા લોકો ઘરે પણ પિઝા બનાવતા હોય છે પરંતુ, તેના માટે અમુક વિશેષ સામગ્રી અને પિઝા માટેના સ્પેશિયલ રોટલાની જરૂર પડતી હોય છે પરંતુ, હવે તમારે પીઝા માટે બહારથી રોટલા નહીં લાવવા પડે. તેની જગ્યાએ તમે બ્રેડનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો આજે આ બ્રેડ પીઝા બનાવવા માટેની રેસીપી વિશે જાણીએ.
આવશ્યક સાધન-સામગ્રી :
બ્રેડ : ૬ નંગ, માખણ : ૫ ચમચી, બારીક સમારેલ ડુંગળી : ૧ નંગ, મકાઈના દાણા ૧/૨ બાઉલ, બારીક સમારેલ શિમલા મિર્ચ : ૧ નંગ, બારીક સમારેલ ટમેટુ : ૧ નંગ, મરી પાવડર : ૧/૪ ચમચી, છીણેલુ મોઝરેલા ચીઝ : ૧ બાઉલ, ટમેટો સોસ : ૬ ચમચી, નમક : સ્વાદ પ્રમાણે
વિધિ :
સૌથી પહેલા બ્રેડની સ્લાઈસ પર માખણ અને ટોમેટો સોસ લગાવો. ત્યારબાદ તેની ઉપર બારીક સમારેલ ડુંગળી, શિમલા મિર્ચ અને ટમેટુ ઉમેરો. ત્યારબાદ તેમા મકાઈના દાણા, મરી પાવડર, નમક અને ચીઝ ઉમેરવુ. ત્યારબાદ આ બધી જ વસ્તુઓ બ્રેડ પર વ્યવસ્થિત રીતે ગોઠવી લો. ત્યારબાદ એક નોનસ્ટિક કડાઈ કે તવા ઉપર થોડુ માખણ લગાવીને તેના પર બ્રેડ મુકવી. કડાઈ કે તવા ઉપર થોડી ઊંચી પ્લેટ દ્વારા બ્રેડને ઢાંકી દેવી.
હવે તેને પાંચ મિનિટ સુધી ધીમી આંચ પર રાખી મુકો. ત્યારબાદ થોડા-થોડા સમયના અંતરે બ્રેડને ચેક કરતા રહેવુ. જ્યારે દરેક વસ્તુ મુલાયમ પડી જાય અને બ્રેડ થોડી કરકરી જણાય ત્યારે તેને કડાઈ પરથી ઉતારી લેવી. તૈયાર કરેલી દરેક બ્રેડને આ જ રીતે શેકી લેવી. તો તૈયાર છે તમારો સ્વાદિષ્ટ અને લિજ્જતદાર બ્રેડ પિઝ્ઝા. એકવાર આ રેસિપીને ઘરેબેઠા અવશ્ય ટ્રાય કરો.
લેખન સંપાદન : Infogujarat Team
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!