શું દેશમાં ફરી લોકડાઉન થશે?? જાણો આ બાબત પર મોદીજી અને ગૃહ વિભાગનો મંતવ્ય..જાણો માહિતી વિસ્તારમાં..

0
219

કોરોનાની ભયાવહ સ્થિતિને જોતા ભારત એકવાર ફરી લોકડાઉનની દિશામાં આગળ વધી રહ્યું છે. સોશિયલ મીડિયાથી માંડીને મેડિકલ એસોશિએશન પણ દસ દિવસના લોકડાઉનની જરૂરિયાત વર્ણવી રહ્યાં છે. જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉન મુદ્દે સવાલ કરાતા તેમણે શું સ્પષ્ટતા કરી જાણીએ..

કોરોનાની ભયાવહ સ્થિતિને જોતા ભારત એકવાર ફરી લોકડાઉનની દિશામાં આગળ વધી રહ્યું છે. સોશિયલ મીડિયાથી માંડીને મેડિકલ એસોશિએશન પણ દસ દિવસના લોકડાઉનની જરૂરિયાત વર્ણવી રહ્યાં છે. જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉન મુદ્દે સવાલ કરાતા તેમણે શું સ્પષ્ટતા કરી જાણીએ..

દેશમાં હાલ કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત ચોથા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 18 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,61,500 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1501 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,38,423 લોકો ઠીક પણ થયા છે.

દેશમાં આવશે લોકડાઉન/ મોદીએ ગૃહ મંત્રાલયને કર્યો આ આદેશ, ગાઈડલાઈનમાં પણ સુધારો થશે કોરોના કટોકટી વચ્ચે શુક્રવારે મળેલી મોદી કેબિનેટમાં મોદીએ દેશમાં અંશતઃ લોકડાઉન લાદવા ફરમાન કર્યું હોવાનું સૂત્રોનું કહેવું છે. મોદીએ ગૃહ મંત્રાલયને ક્યાં શહેરો અને જિલ્લામાં લોકડાઉન લાદવું જરૂરી છે તેનો રીપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. ગૃહ મંત્રાલયે છેલ્લે બહાર પાડેલી ગાઈડલાઈનમાં પણ સુધારો કરવા મોદીએ ફરમાન કર્યું છે. તેના કારણે પહેલાં કરતાં વધારે શહેરો અને જિલ્લામાં લોકડાઉન લદાશે.

રાજ્યની સ્થિતિ અને સહમતિ બાદ નિર્ણય :  આ સ્થિતિને જોતા કેન્દ્ર સતત રાજ્યોના સંપર્કમાં છે. અખબારને આપેલા એક ઇન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિતશાહને કોરોનાની દેશમાં ભયાવહ સ્થિતિને જોતા લોકડાઉન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા અમિતશાહે કહ્યું હતું કે, સંપુર્ણ લોકડાઉન હાલ કરવું એ ઉતાવળ્યો નિર્ણય હશે, ગત વર્ષે લોકડાઉન કરવાનું કારણ હતું. ગત વર્ષે આપણી  પાસે વેક્સિન ન હતું. હાલ અમે દરેક રાજ્યો સાથે સંપર્કમાં છીએ અને રાજ્યોની સ્થિતિ અને સૌની સહમતિ બાદ  નિર્ણય લઇશું.

કોરોનાનો નવો સ્ટેરન ચિંતાજનક: શાહ  : ઇન્ટરવ્યુમાં ગૃહમંત્રીએ પૂછ્યું કે, કોરોનાનો નવા મ્યુટેન્ટને આપ કેટલો ખતરનાક માનો છો? આ સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે, ‘નવો મ્યટેન્ટખતરનાક છે. તેના પ્રભાવને જોઇને હું પણ ચિંતિત છું. જો કે વૈજ્ઞાનિક તેની સામે લડવા માટે પણ દિન રાત મહેતન કરી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે, આપણે જીતીશું’

નાણામંત્રીએ કહ્યું વ્યાપક સ્તર પર લોકડાઉનનો કોઈ પ્લાન નથી : દેશમાં કોરોનાના વધી રહેલા કેસને લઈને ચિંતા વધી છે. તો નાગરિકોમાં ચિંતા વધી છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારણે લૉકડાઉનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકારનો વ્યાપક સ્તર પર લોકડાઉન લગાવવાનો કોઈ પ્લાન નથી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશમાં લોકડાઉન નથી કરવામાં આવી રહ્યા. પ

રંતુ મહામારીને રોકવા માટે સ્થાનીય સ્તર પર નિયંત્રણને લઈને ખાસ પગલા ઉઠાવવામાં આવ્યા છે.  વિશ્વ બેંક ગ્રુપના અધ્યક્ષ ડેવિડ માલપાસની સાથે ઓનલાઈન બેઠકમાં સીતારમણે ભારતના વિકાસ માટે અને વધારે લોનની સુવિધાની શક્યતા વધારવા માટે વિશ્વ બેંકની પહેલને બિરદાવી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here