શું રોજ-રોજ ઘઉં ની રોટલી ખાઈ ને હવે કંઈક નવીન ખાવાની ઈચ્છા થાય છે તો એકવાર જરૂર થી ઘરે જ ટ્રાય કરો બટર નાન રોટી, તો નોંધી લો આ સરળ રીત…

0
454

મિત્રો, ઘરમા કોઈપણ શુભ પ્રસંગ હોય અથવા તો હોટેલ કે રેસ્ટોરંટમા જાવ ત્યારે સર્વ કરવામા આવતી બટર નાન ખુબ જ વધારે પડતી લોકપ્રિય છે. પરંપરાગત રીતે દરેક પ્રકારની નાન તંદૂરમાં શેકીને બનાવવામાં આવતી હોય છે અબે જો રાત્રીના ભોજનમા ઘઉંની રોટલીના બદલે કઈક અલગ ખાવુ હોય તો તેના માટે બટર નાન રોટી શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે આપણે આ લેખમા યીસ્ટ વગરની તવામા શેકેલી મુલાયમ બટર નાન રોટીની રેસિપિ વિશે જાણીશુ.

આવશ્યક સાધન-સામગ્રી :

  • મેંદો : ૨ બાઉલ
  • નમક : ૧/૨ બાઉલ
  • બેકીંગ પાવડર : ૧/૨ ચમચી
  • સુગર : ૨ ચમચી
  • ઓઇલ : ૪ ચમચી
  • દહી : ૨ ચમચી
  • કાળા તલ : આવશ્યકતા મુજબ
  • બારીક સમારેલ કોથમરી : આવશ્યકતા મુજબ
  • ગરમ દૂધ : ૧/૨ લીટર
  • બટર : આવશ્યકતા મુજબ

વિધિ :

સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલમા ૨ બાઉલ મેંદો ચાળી લ્યો. ત્યારબાદ તેમા ૧/૨ ચમચી નમક , ૧/૨ ચમચી બેકીંગ પાવડર, ૨ ચમચી સુગર અને ૨ ચમચી ઓઇલ ઉમેરો. ત્યારબાદ આ બધુ જ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લ્યો. ત્યારબાદ તેમા આવશ્યકતા મુજબ હુફાળુ દૂધ ઉમેરો જેથી, એક મુલાયમ કણક તૈયાર થઇ જશે. આ કણક મુલાયમ થાય ત્યા સુધી તેને સારી રીતે મસળી લ્યો. ત્યારબાદ તેના પર ઓઇલથી કોટીંગ કરીને તેને ઢાંકીને ૩૦ મિનિટ માટે સાઈડમા રાખી મુકો.

ત્યારબાદ તેને ફરી હલકા હાથે મસળી લ્યો. હવે તેમાથી ૫-૬ લુવા તૈયાર કરો. આ લુવાને ઢાંકીને થોડા સમય માટે સાઈડમા રાખી દો. ત્યારબાદ એક લુવો તૈયાર થઇ જાય એટલે જરા પ્રેસ કરી તેની લંબગોળ રોટી નાન વણી લ્યો. આ સિવાય અટામણ માટે મેંદો લેવો નહી, આવશ્યકતા પડે તો ઓઇલ લગાવી વણવુ. ઉપરની તરફ રોટી નાન પર કાળા તલ અથવા કલૌંજી અને બારીક કાપેલી કોથમરી લગાવી દો. તેના પર હલકા હાથે વેલણથી વણી લ્યો એટલે તે બરાબર સ્ટીક થઈ જાય.

હવે નાન ને ફ્લેટ બોર્ડ પર પલટાવીને અથવા ફાવે તો હાથમા લઈને પલટાવીને તેના પર સારી રીતે પાણી લગાવી દો. જેથી લોખંડના તવામાં બરાબર સ્ટીક થઈ જાય. લોખંડના તવામા બટર રોટી નાન તંદુર જેવી જ સરસ શેકાય જાય છે. રોટી નાન બનાવવા માટે હાથાવાળો લોખંડનો તવો વાપરવાથી સારું નાંન બનશે. તવાને મિડિયમ ફ્લૈમ પર બરાબર ગરમ કરી તેના પર પાણી લગાવેલી સાઇડ આવે તે રીતે રોટી નાન શેકવા માટે મૂકો.

નાન નીચેથી બરાબર શેકાઇ જાય એટલે એક મિનિટ થતા તેમા ઉપર બબલ ફુલતા દેખાશે. બબલ બરાબર ફુલી જાય એટલે તવાને ફ્લૈમ પર ઉંધો રાખો. નાન રોટીને અડકે નહી એ રીતે થોડો ઉંચો રાખો. તાપ લાગવાથી તેમા બબલ પર ગોલ્ડન બ્રાઉન કલર દેખાય અને તે સરસ કૂક થઇ જાય એટલે તવાને સીધો કરીને તવેથા વડે તવામાંથી નાન રોટી અલગ કરી લ્યો અને બીજી પ્લેટમા ટ્રાંસફર કરી દો અને આવી જ રીતે બધી બટર નાન રોટી બનાવી લ્યો. ત્યારબાદ નાન રોટી પર બ્રશ વડે સારા એવા પ્રમાણમાં બટર લગાવી ગરમા-ગરમ સર્વ કરો. તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ બટર નાન રોટી.

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here