શું તમે માખણવાળી ચા પીધી છે? તમે પણ એકવાર જરૂર ટ્રાઇ કરો..જાણો આ ચા ની નવીનતા વિશે..

0
266

ઘણા લોકોની દિવસની શરૂઆત ચા સાથે થાય છે. વાતાવરણના હિસાબથી ચાનો ટેસ્ટ બદલાતો હોય છે. શરદીમાં મસાલા ચા, તો ઉનાળામાં નોર્મલ ચાથી લઇ આઇસ ટી સુધીનું સેવન કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર હાલ માખણવાળી ચા (Butter Tea)ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે.

સૌથી અલગ છે માખણવાળી ચા : અત્યાર સુધી તમે દૂધવાળી ચા, ફુદીનાવાળી ચા, લીંબુવાળી ચા, મસાલાવાળી ચા, બ્લેક ચા પીધી હશે. પરંતુ આ વખતે અમે તમારા માટે માખણવાળી ચા લઇને આવ્યા છે. આ અંગે તમે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય, પરંતુ આ રેસિપી વાઇરલ થઇ રહી છે.

  • માખણ ચાની સામગ્રી
  • 1 કપ દૂધ
  • 1/2 ચમચી માખણ
  • 1 ચમચી ચાની પત્તી
  • 1 કપ પાણી

માખણ ચાની રેસિપી જાણો અને રોજ આનંદ ઉઠાવો આ ચા નો … આ રેસીપી શેર જરૂર કરજો..! 

  1. માખણવાળી ચા બનાવવા માટે પાણી ઉકાળો
  2. હવે તેમા ચાની પત્તી નાંખો અને ત્રણથી ચાર મિનિટ સુધી ઉકાળો
  3. પછી તેમાં દૂધ નાંખી અંદાજે 7 મિનિટ સુધી પકવ્યા બાદ ખાંડ નાંખો.
  4. કપમાં માખણ અને થોડુ નમક નાખી સરખી રીતે મિક્સ કરી લો.
  5. મિક્સ કર્યા પછી ઉકાળેલી ચાને કપમાં નાખો અને પીવા માટે સર્વ કરો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here