હાઉસવાઈફ માટે રોજ અવનવી વાનગી બનાવવી અને ઘરના લોકોને ખુશ રાખવા એ એક મોટું કામ છે અને આ ટાઈમે નાની-નાની વાતોનું ધ્યાન રાખીને વાનગી બનાવવામાં આવે અને વાનગી સ્વાદિષ્ટ બને તો ઘરના લોકો વખાણ કરતા થાકતા નથી. તો આજે તમને જણાવી દઈએ કે ઘરમાં રૂ જેવી પોચી અને દડા જેવી ફૂલેલી રોટ્લી તથા પુરી કઈ રીતે બનાવાય. જ્યારે તમે રોટ્લી કે પુરીનો લોટ બાંધો ત્યારે અમુક વાતોનું ધ્યાન રાખો તો વાનગી વધારે સ્વાદિષ્ટ બનશે અને ઘરના લોકો ખુશ થઈ જશે.
કઈ વાતનું ધ્યાન રાખવું રોટલી પૂરી બનાવતી વખતે એ જાણીએ.રોટ્લી નો લોટ બાંધીએ તેમાં થોડા પ્રમાણમાં ચોખાનો લોટ નાખવામાં આવે તો રોટ્લી સરસ રૂ જેવી પોચી બને છે અને આ રોટ્લી પચી જાય છે. રોટ્લી તથા પુરીનો લોટ બાંધીએ ત્યારે તેમાં નિમક નાખવું નહીં. પણ લોટ બંધાઈ જાય પછી તેની ઉપર નિમક નાખો અને તેને સરખી રીતે મસળવો.
જ્યારે ફૂલકા રોટલી બનાવતી વખતે રોટલી ને ફુલ આવે ત્યારે ગેસની આંચ ફુલ રાખવી. તેના લીધે રોટ્લી સરસ પોચી બનશે. પુરી ને મીડીયમ ગેસ પર તળવી. પૂરીનો લોટ બાંધીએ ત્યારે તેમાં દૂધ અથવા દહી નાખીને તથા ઘી અથવા તેલ નું મોણ દઈને લોટ બાંધવામાં આવે તો પૂરી સરસ ફરસી અને પોચી બને છે. અને આ પૂરીને આપણે બે-ત્રણ દિવસ સુધી સાચવી શકીએ છીએ.
જો તમારે સફેદ રોટલી ખાવી હોય તો ઘઉંના લોટની બદલે મેંદા ના લોટ નો ઉપયોગ કરવો તેનાથી રોટ્લી સફેદ બને છે. જ્યારે મકાઈના લોટની રોટ્લી કરીએ ત્યારે તેમાં પાણીના બદલે ઓસામણ નાખીએ તો રોટ્લી એકદમ સરસ બને છે અને ખાવામાં પણ પોચી બને છે.જો ક્યારે ઘરમાં પાકેલા કેળા હોય તો તેને મસળીને લોટમાં મિક્સ કરીને પાણી વગર લોટ બાંધી રોટ્લી કે પરોઠા બનાવવા માં આવે તો તે બંને સ્વાદિષ્ટ અને પોચા બને છે.
જો વેફર જેવી કડક પુરી ખાવાનું મન હોય તો લોટમાં એકાદ-બે બાફેલી અળવી નાખી લોટ બાંધવાથી પુરી કડક બનશે.જો થોડા ગરમ પાણીથી રોટ્લી નો થોડો ઢીલો લોટ બાંધવામાં આવે આવે તો રોટ્લી સ્વાદિષ્ટ અને રૂ જેવી પોચી બને છે.
લેખન સંપાદન : Infogujarat Team
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!